________________
પ૬
મને વિજ્ઞાન
અહિં પણ તેવા નબળા સંસ્કારને પિષી રહ્યો છે. એટલે પછી સમય આવે નિમિત્તો મળતાં જીવ નબળું પડી જાય છે. પરંતુ અહિં સબળ બને તો કામ થઈ જાય તેવું છે. દુનિયામાં જે મનુ બેની હાંક વાગતી હોય અને બજારમાં સિંહની જેમ ગાજતાં હોય તેવા મનુષ્યો પણ જ્યાં ઘરમાં દાખલ થાય ત્યાં બકરી જેવા બની જાય છે. આમાંથી તમારે ઘણું સમજી લેવાનું છે. અમે તે સંક્ષેપમાં સાર કહી દઈએ બાકી નિચોડ તમારે ખેંચી લેવાને છે.
અનાદિથી જીવ વાસનાથી ઘેરાયેલો છે. વાસના પર વિજય મેળવે એ અતિ દુરકર છે. તેના પર વિજય મેળવ્ય શ્રી સ્થૂલિભદ્રજીએ, વિજય શેઠ અને વિજયા શેઠાણીએ કામદેવની આગળ એ મહાપુરૂષો વિજેતા પુરવાર થયાં જ્યારે આપણે હારેલા પુરવાર થયા. જ્યાં એમનો ડંકે વાગે ત્યાં આપણી પપુડીએ વાગતી નથી.
ઉપાસના હોય ત્યાં વાસના ન ટકે
એ મહાપુરુષે કામવાસના ઉપર વિજય મેળવી શક્યા તેનું મૂળ કારણ એ છે કે તેમના જીવનમાં ખરેખરી અરિહંતની ઉપાસના હતી. જીવનમાં અરિહંતની ઉપાસના હોય તો કામ વાસના ટકી જ ના શકે. કામવાસનાનાં સંસકારો તો દરેક આત્માઓમાં અનાદિનાં છે, પણ અરિહંતની ઉપાસનામાં એ તાકાત છે કે એ કમે કેમે પણ વાસનાને મેળ પાડી દે! જેમ લૌકિક કહેવતમાં પણ કહેવાય છે. કે રામ ત્યાં કામ નહિં અને
જ્યાં કામ ત્યાં રામ નહિ, રવિ રજનીની જેમ કામ અને રામ બન્ને એક જગ્યાએ રહી શકતા નથી–ત્રિવિધ રોગ પૂર્વકની આપણી ઉપાસનાહોય, રત્નત્રયની આરાધના હોય અને મન વાસનામાં કીડાની જેમ ખદબદે એ ત્રણ કાળમાંયે બનવા ગ્ય નથી.