________________
--
અસિધારા વ્રત
मत्तेभकुंभदलने भुवि सति शूरा : केचित् प्रचंड मृगराजवधेऽपि दक्षाः । किंतु ब्रवीमि बलीनां पुरतः प्रसह्यः
कंदर्पदर्पदलने विरला मनुष्याः ॥ આત્મદમનનાં વિષય પર વ્યાખ્યાને ચાલુ રાખ્યા છે. આગળનાં વ્યાખ્યામાં કહી ગયા તેમ સિંહ અને હાથી જેવાં પ્રાણીઓનું દમન સહેલું છે. એક પિતાના આત્માનું દમન એજ કઠિનમાં કઠિન છે. શ્રી ભતૃહરિ વૈરાગ્ય શતકમાં કહે છેઃ
દુનિયામાં એવા પણ શૂરવીર અને પરાક્રમી માન પડયા છે કે જે મદોન્મત્ત એવા હાથીના ગંડસ્થલને ભેદી નાખે. પ્રચંડ જેની તાકાત છે એવા સિંહ કેસરીનું નિગ્રહ કરવાને સમર્થ એવા પણ મનુષ્ય આ અવનીપર અનેક વિદ્યમાન છે પણ ભતૃહરિ આગળ વધીને કહે છે.
હું બલવાની સમક્ષ છાતી કાઢીને કહું છું કે કંદર્પના દર્પનું દલન કરનાર મનુષ્ય આ પૃથ્વી પર વિરલા છે. શક્તિશાળી કહેવાતા મનુષ્યની તાકાત પણ અંદરની વાસના જ્યાં જાગે છે ત્યાં નબળી પડી જાય છે. તેનું શું કારણ હશે એ સમજવા જેવી વાત છે. બીજું કોઈ કારણ નથી. જીવ અનાદિથી નબળા સંસ્કારને પોષતું આવ્યું છે, અને હજી