________________
४६
મનોવિજ્ઞાન
દષ્ટિરાગની ખરી વ્યાખ્યા વ્યક્તિ પ્રભાવનામાં પડી જનાર તે પુરુષ ન હતા. કેવળ શાસન રક્ષાના કાર્યમા જ પોતાનું સર્વસ્વ સમર્પણ કરનારા તે પુરુષ હતા. જે કઈ તેમના પરિચયમાં આવે તેને પણ શાસનરાગી બનાવનારા તે પુરુષ હતા, નહિ કે વ્યક્તિરાગી બનાવ નારા–વ્યક્તિ રાગમાંથી દષ્ટિરાગ જન્મે છે અને દૃષ્ટિરાગે તે આ કાળમાં દાટ વાળ્યો છે. કુદર્શન પ્રત્યેને રાગ જેમ દષ્ટિ- રાગ છે તેમ એકાદ વ્યક્તિ પ્રત્યેને રાગ તે પણ દષ્ટિરાગ જ
છે. આજે આ પડતા કાળમાં ઘણા એવા શ્રાવકે છે કે જેમને - અમુક જ સમુદાયના સાધુ માન્ય હોય છે. બીજા સમુદાયના સાધુઓનું વ્યાખ્યાન સાંભળતા પણ તેમને મિથ્યાત્વ લાગી જાય છે. આ હડહડતે દષ્ટિરાગ નહિ તે બીજું શું છે? માર્ગમાં સ્થિત દરેક મહાપુરૂષોને સાંભળવા જોઈએ, દરેક મહાપુરુષોનું ક્ષપશમ ભિન્ન હોય છે. મહાપુરુષોને સાંભળવાથી સમ્યક્ત્વ ગુણની પુષ્ટિ થાય છે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે કામરાગ અને નેહરાગને સહેલાઈથી નિવારી શકાય છે, જ્યારે પાપી એ દષ્ટિરાગ સજ્જને માટે પણ દુરુછેદ છે. જેમાં એ રાગ બંધાઈ જાય તે નિર્ગુણ હોય તો તેને દષ્ટિરાગી ગુણ માની લે અને મહાન ગુણી કહેવાતા પુરુષોને પણ નિર્ગુણ માની લે. દષ્ટિરાગની આજ ખરી વ્યાખ્યા છે. મૂઢ છે તે દૃષ્ટિરાગના પિષણને જ સમક્તિ માની લેતા હોય છે સ્વાવાદની રીતે વસ્તુ તત્વની વિચારણા કરનારા અને દરેક મહાપુરૂષને સમદૃષ્ટિથી ભજનારા આ કાળમાં વિરલા છે. સમક્તિ એતે આત્માના પરિણામની વસ્તુ છે. આત્મા અરૂપી છે તેમ તેના ગુણ પણ અરૂપી છે જ્ઞાનગુણની જેમ સમક્તિ એ પણ આત્માનો મહાન