________________
તેજ અને તિમિર
૪૫..
અનેરો ઉત્સાહ
નંદિષેણ ભગવાનને વિનંતી કરવા પૂર્વક કહે છે કે હે ત્રિલેકના નાથ, પ્રભુ દીક્ષા આપવા વડે કરીને મારા આત્માને આપ ઉદ્ધાર કરે. પ્રભુ, કહે છે, હે વત્સ ! તારે ભેગાવળી કમર ભેગવવાના બાકી છે. માટે હમણાં તું દીક્ષાને આગ્રહ ન રાખ, એજ સમયે આકાશવાણું પણ થાય છે કે હે નંદિષેણ!તમારે હજી ભેગ કર્મ ભેગવવાના ઘણાં બાકી છે માટે દીક્ષાની ઉતાવળ ન કરે એ એવી આકાશમાંથી દિવ્યવાણું થાય છે, છતાં નંદિપેણ મનને દ્રઢ કરીને ભગવાનના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરે છે અને ભગવંતે પણ ભાવિ અન્યથા ન થાય એમ જાણીને દીક્ષા આપી. નંદિષેણ એ સમયે એટલા બધા ઉત્સાહમાં હતા કે ખુદા ભગવાને તેમના ભેગાવલી કર્મ અંગેનો ઉલ્લેખ કર્યો છતાં ભાવનાથી ચલિત થયા નથી.
દીક્ષા આપીને ભગવાન નંદિષેણ મુનિને સ્થવિર મુનિ ભગવંતને સોંપે છે. નંદિષેણ મુનિ જ્ઞાન અને ધ્યાનની સાધનામાં એટલા બધા નિમગ્ન બને છે કે થોડાક જ સમયમાં દશ પૂર્વના. અભ્યાસી જામી જાય છે. તપમાં પણ ઉત્કટપણે વીર્ય ફેરવે છે. છઠ્ઠ અઠ્ઠમાદિઅતિ દુષ્કર તપના પ્રભાવે તેઓ અનેક લબ્ધિઓથી . સંપન્ન બને છે. તપના પ્રભાવે જ લબ્ધિઓ પ્રગટે છે. તપના પ્રભાવે લબ્ધિઓ પ્રગટે પણ પ્રગટેલી લબ્ધિઓ છરવાવવી. જોઈએ. જીવનમાં પચાવવું એ સહેલી વાત નથી. આજે તેવા. કેઈ લબ્ધિસંપન્ન દેખતા નથી. પણ આ કાળના જીવમાં જીરવવાની એ કયાં તાકાત છે? પૂર્વકાળના પુરુષ તે મેરૂ સમધીર અને સાગર સમ ગંભીર હતા. શાસન રક્ષાના કાર્યમાં, જ તેઓ શક્તિ ફેરવનારા હતા.