________________
પ્રસ્તાવના
સુપ્રસિદ્ધ અને પ્રખર વકતા પૂજ્ય આચાર્ય શ્રી વિજય ભુવનરત્નસૂરીજી મહારાજ જેમણે વીસ ચાતુર્માસ સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં રહી ત્યાંની જૈન તેમજ જૈનેતર સમાજને ધર્મ પમાડી અનેક ધાર્મિક કાર્યો કરાવ્યાં છે, તેમના કેટલાક વ્યાખ્યાનેને સંગ્રહ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યું છે અને આ ગ્રંથ “મનોવિજ્ઞાનના નામે પ્રસિદ્ધ થઈ રહેલ છે.
મને વિજ્ઞાનને આ ગ્રંથ પ્રગટ થતાં પહેલાં ભાવનગરથી “જૈન” અઠવાડિક પત્રની ભેટ તરીકે પૂજ્ય મહારાજ શ્રીના વ્યાખ્યાનેને સંગ્રહ “મંગળદ્વાર પુસ્તક બહાર પડ હતું. તે પછી સં. ૨૦૨૧ની સાલમાં શ્રી વેતામ્બર જૈન મૂર્તિપૂજક સંઘ, ધ્રાંગધ્રા તરફથી “અખંડત” પુસ્તક દ્વારા કેટલાક વ્યાખ્યાનેને સંગ્રહ પણ બહાર પાડવામાં આવેલ હતું. આ બંને પ્રકાશમાં આવેલા વ્યાખ્યામાં કેટલાક નવા વ્યાખ્યાને ઉમેરીને “અખંડ ત”ની બીજી આવૃત્તિરૂપે ગ્રંથ સં. ૨૦૨૩ની સાલમાં વેતામ્બર જૈન મૂર્તિપૂજક સંઘ, નાગજીભુદરની પાળ, અમદાવાદ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ ત્યારબાદ પાછળથી મંગલ પ્રસ્થાન રસાધિરાજ, મંગલા ચરણ, પ્રશાંત વાહિતા, દશન વિશુદ્ધિ વગેરે ગ્રંથે પૂજ્યશ્રી તરફથી બહાર પડેલા છે જેમાંના ઘણા ખરા ગ્રંથે અત્યારે ઉપલબ્ધ નથી. મહારાજશ્રીના અન્ય વ્યાખ્યાનેને સંગ્રહ પણ તેમણે લખેલાં આત્મદર્શન, મેહ મુક્તિ, તત્વ ત્રિવેણી, અમીઝરણું આદિ પુસ્તકો દ્વારા પ્રસિદ્ધ થઈ ગયેલ છે.