________________
આત્મદમન
૧૧.
જ્ઞાનયેગથી દમવાની વાત છે. સરકાર ઘણી વાર પ્રજા ઉપર દમનને દર છુટ મૂકી દે છે તે દમનની અહિં વાત નથી. સમ્યકજ્ઞાન દશન અને ચારિત્રનાં બળે જ આત્માને દમી શકાય. છે. પૂ. ધર્મદાસ ગણી ઉપદેશમાળામાં આગળ વધીને ફરમાવે.
वर मे अप्पा दंतो संजमेण तवेण य । मा हं परेहिं दम्मतो बंधणेहि वहेहि अ ।
કાં તપ સંયમ કાં વધ બંધન મારા વડે તપ સંયમથી સ્વઆત્માનું દમન થાય એ જ મારા માટે શ્રેષ્ઠ છે પણ પારકાને હાથે વધ બંધનથી દમાવવું પડે એ શ્રેષ્ઠ નથી આ વાત સાંભળીને તમારે એક નિર્ણય. ઉપર આવવું પડશે. તપ સંયમથી આત્માને સમજીને સ્વેચ્છાથી દમ, નહિતો ભવોભવમાં પારકાને હાથે વધ બંધનથી દમાવવું પડશે. હવે એક નિર્ણય ઉપર આવી જાવ. બેલો ! ભવભવમાં પારકાને હાથે દમાવવું છે કે સ્વેચ્છાથી તપ સંયમથી આત્માને દમ છે? કાં દમે કાં ભાભવમાં દમાવવું પડશે ? એક બાજુ તપ–સંયમ બીજી બાજુ વધ બંધન-આ બેમાંથી તમારે કઈ તરફ ઢળવું છે? તમારા મનનું વલણ કઈ તરફ છે? આવું સ્પષ્ટતયા સમજાયા પછી તે તમારા મનને આખાય. ઝેક બદલાઈ જ જોઈએ. પારકાને હાથે આત્મા ભવોભવથી. માર ખાતો આવ્યો છે, વધ બંધનથી પારકાને હાથે જીવ ભવોભવથી દમાતે આવ્યા છે, નારકીમાં ઉત્પન્ન થયેલાં નારકે પર માધામીનાં હાથે દમાતાં હોય છે. નારકીના જીવોને પરમાધામી. દેવો અનેક પ્રકારે ત્રાશ પમાડતાં હોય છે આગળ આગળનાં નારકમાં પરમાધામી કૃત વેદના નથી. ત્યાં પરસ્પરકૃત વેદના. છે. નારકને ક્ષેત્રજન્ય વેદના પણ અતિતીવ્ર હોય છે.