________________
કર્મ વિપાક
૩૯૧
પુરોહિતને છેલ્લે મહિયારણ કહે છે કે, હસવા અંગેનું તે મને કારણ પૂછ્યું એટલે શરૂથી આખર સુધીની બધી હકીકત મેં તને કહી સંભળાવી છે. હે વીરા! હવે તું મને કહે તે ખરે કે આમાં હું તેને ઉં? મારા કર્મને રેવું કે આ દહીં દૂધની મટકી ફૂટી ગઈ તેને રેઉંમારા કર્મો મને દુઃખ આપવામાં કઈ મણ રાખી નથી. હવે આમાં હું કોને રે ને કેને જોઉં એ જ મને સમજાતું નથી.
હસવાનું કારણ પૂછ્યું વીરા, અર્થ ઈતિ મેં કીધું, કેને જોઉં ને કેને રોઉં હું,
દૈવે દુઃખ મને દીધું રાજ શી. ૨૨” મહિયારીની દુઃખની કહાણી, સુણી મૂછ થઈ દ્વિજને મૂછ વળી તવ હા હા ઉચરે,
દ્વિજ કહે ધિક્ ધિક મુજને રાજ! શી. ૨૩” મહિયારીની દુઃખની કહાણી સાંભળતાં પુરોહિત બ્રાહ્મણને એકદમ મૂછ આવી ગઈ અને જ્યારે મૂછ વળી ત્યારે મુખમાંથી અરર ! આ મેં શું કર્યું એવા અફસોસના ઉદ્ગારે નીકળે છે. પુરોહિતના મનમાં જાણે હાહાકાર વતી જાય છે. આ પુરોહિત એ જ એને પુત્ર છે. વર્ષો વીતી ગયાં બાદ ફરી પાછા બંને ભેગા થયાં અને બંનેના પહેરવેશ તદ્દન બદલાઈ ગએલા એટલે એક એકને ઓળખી શક્યાં નહિ. આ વૃત્તાંત સાંભળ્યા પછી પુરેહિતનાં રમે રોમ ખડાં થઈ ગયાં અને મનમાં પાપના પરિતાપ અંગે પ્રચંડ અગ્નિ પ્રવળી ઊઠયો. જીવનમાં અજાણપણામાં પણ થઈ ગયેલી ભયંકર ભૂલ અંગેનો બળાપ પેદા થયે. જેમ હજારે દર્દની એક દવા હોય છે તેમ હજારો દોષની એક દવા હૃદયને બળાપો છે. આ બંને આત્માઓ કર્મ ખપાવીને