________________
૩૯૦
મનોવિજ્ઞાન
આજે તે વેવિશાળ કરવાનાં હોય એટલે છોકરાએ કન્યાને જાતે જોવા જાય છે. તેમાં સફેદ હોય તે પસંદ કરે અને જરાક જો વર્ણ શ્યામહોય તે નાપાન નહિં જતા હૈ એમ કહીને ઊભા રહે. જ્યારે પહેલાના જમાનામાં ગુણ જવાતા હતા અને માતા-પિતા કરી આવે તે છોકરાઓ કબૂલ રાખતા હતા. જ્યારે આજે મોટે ભાગે એકલું બાહ્ય સૌંદર્ય જેવાય છે, જે ગુણ વિનાને સૌંદર્યની કાંઈ કિંમત નથી. પછી તે બે દિવસ સંસાર સુખરૂપ લાગે અને અંતે ભડકે સળગવા. માંડે છે. માટે એકલા ચામડીના રંગની કિંમત નથી. જીવનમાં ધર્મના સંસ્કાર અને સગુણની સુગંધ હોય તે તે મહાકિંમતી વસ્તુ છે. શિક્ષણ કરતાયે સંસ્કાર મહાકિંમતી વસ્તુ છે. હવે આપણે મૂળ વાતમાં આગળ ચાલીએ. “તે ભરવાડણ દહીં દૂધ લઈ, હું વેચવા પુરમાં પેઠી; ગજ છૂટો કોલાહલ સુણીને,
પનિહારી ને હું નાઠી, રાજ! શી. ૨૦” તે ભરવાડણ હું આજે દહીં દૂધની મટકી મસ્તક ઉપર ઊંચકીને વેચવા માટે નગરમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતી, ત્યાં ગજરાજ છૂટ્યા અંગેને કોલાહલા સાંભળીને હું અને પનિહારી બંને જીવ બચાવવા માટે ત્યાંથી નાસી છૂટ્યા. પરંતુ નાસવામાં પનિહારીના મસ્તક પરનું બેડું ફૂટી જતાં પનિયારણ ધુસકે ને ધ્રુસકે રેવા લાગી અને મારી તે દહીં દૂધની ભરેલી મટકી ફૂટી ગઈ છતાં હું તે ખડખડાટ હસવા લાગી.
“પણીયારીનું ફૂટયું, બેડું, ધુસકે રેવા લાગી; દહીં દૂધની મટકી મમ ફૂટી,
હું તે હસવા લાગી, રાજ! શી. ૨૧”