________________
કર્મ વિપાક
૩૭૧ વવાને વખત આવ્યો છે, માટે મારે અદીન મને ભગવા લેવો જોઈએ. આવા જ્ઞાનીને કર્મવિપાકને પરવશ કહ્યા નથી પણ આવા જ્ઞાની વિરલા છે. માટે કહ્યું છે કે જગત કર્મ વિપાકને પરવશ બનેલું છે.
જ્ઞાનીને શુભના ઉદયકાળમાં પણ વિસ્મય ન થાય. તે તો સમજે છે કે શુભ કે અશુભ બંને તત્ત્વદૃષ્ટિએ આત્મા માટે આવરણરૂપ છે બંને આત્માના ગુણને આવરે છે. સૂર્ય કાળા વાદળાંથી આવરાય છે, તેમ સફેદ વાદળથી પણ આવરાય છે. શુભ કે અશુભ બંનેના ક્ષયથી જીવને મોક્ષ થાય છે. સાધકદશામાં શુભ આદરણીય છે, પણ મક્ષ તો બંનેના ક્ષયથી થાય છે. માટે કેઈ પણ કર્મ વિપાકને આધીન ન બનતાં જ્ઞાની તત્ત્વરમણુતામાં પુરૂષાર્થ કરે છે, અને તેવા જ્ઞાની નિયમા પરમાર્થ સાધે છે.
કર્મવિપાકનું ગમે તેટલું સામર્થ્ય હેય પણ જીવ પિતાના સામર્થ્યાગને જગાડે તે કર્મ ખપાવવાની જમ્બર તાકાત જીવમાં રહેલી છે. અંધ માણસ અને દેખતા માણસ વચ્ચે સંગ્રામ ખેલાય તો વિજય દેખતાને થાય છે. કર્મ, ગમે તેટલાં બળવાન હોય તે પણ તે જડ હોવાથી અધ સમાન છે અને જીવ ચેતન હોવાથી તેને દેખતાની ઉપમા ઘટે છે. જીવ સાચે રસ્તે પુરૂષાર્થ કરે તે કર્મ સત્તા ઉપર વિજય મેળવી શકે છે. અંધ માણસની ગમે તેટલી તાકાત હોય પણ દેખતે માણસ જે પિતામાં સાવધાન હોય તે અંધ દેખતાને પહોંચી શકે નહિ અને વિજય દેખાતાને થાય, આ તો જીવ પોતાના સ્વરૂપમાં સાવધાન નથી. તેમાં કર્મસત્તાએ પિતાનું વર્ચસ્વ જમાવ્યું છે અને જીવ જાણે પિતાનું સર્વસ્વ હારી ન બેઠો હાય તેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે.