________________
३७०
મને વિજ્ઞાન
કરી ગયા તેમ ભિન્ન ભિન્ન પ્રકારનાં દ્રવ્ય આદિ કારણરૂપ બને છે. જીવે પિતે અજ્ઞાનભાવથી કર્મો બાંધ્યાં હોય છે, એટલે તેના સારા કે નરસા વિપાક જીવને ભોગવવા પડે છે, તેમાં બાહ્ય સામગ્રી પણ હેતુરૂપ બને છે.
કમ વિપાકને પરવશ બનેલું જગતું
શુભના ઉદયકાળમાં બધા શુભ સંગ મળી આવે છે અરે અશુભના ઉદયકાળમાં બધા પ્રતિકૂળ સંગો ઊભા થાય છે. તેમાં જ્ઞાનદષ્ટિથી વિચારવામાં આવે તે હર્ષ, શોક ન થાય. ઉદયકાળને સમતાભાવે જોગવી લે તેમાં જ જીવની ખરી બહાદુરી છે. બંધકાળમાં જીવ શુરાતન દાખવે છે અને ઉદયકાળમાં ઢીલોઢફ થઈ જાય છે. એ જીવની કાયરતા છે. ઉદયકાળમાં શૂરાતન દાખવવાનું હોય છે અને બંધકાળમાં તો રખે નવા કર્મ ન બંધાઈ જાય તે માટે સાવધાની રાખવાની હોય છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર ગ્રંથમાં ફરમાવે છે કેदुखं प्राप्य न दीनः स्यात् सुख प्राप्य च विस्मितः । मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ॥
જગત આખું કર્મવિપાકને પરવશ બનેલું છે એમ જાણીને મુનિ–ભગવંતે દુઃખમાં દીન બનતા નથી અને સુખમાં વિસ્મય પામતા નથી. સુખ-દુઃખમાં સમભાવે રહેવું એ જ
ખરી જીવનસાધના છે. સુખમાં ઉન્મત્ત બની જવું અને દુઃખમાં તદ્દન હતાશ બનવું એ તે નરી અજ્ઞાનતા છે. પોતે કરેલાં કર્મ ભેગવવાના સમયે દીનતા શા માટે ધારણ કરવી જોઈએ? જ્ઞાની તો એવા સમયે એમ વિચારે કે કર્મ આંધતી વખતે મેં વિચાર ન રાખ્યો તે આ વિપાક ભેગ