________________
કર્મવિપાક
૩૬૫
હાય વિપાકે દશગણું રે, એક વાર કીધું જે કર્મ, શત સહસ્ત્ર કેડી ગમે રે, તીવ્રભાવના મર્મ રે પ્રાણ.
જિનવાણી ધરે ચિત્ત.”
કર્મોના ભારથી આત્માને ન લાદે
એકવાર આચરેલું કર્મ વિપાકમાં ઓછામાં ઓછું દશગણું થાય છે અને તેનું તે કમ તીવ્ર પરિણામથી આચરવામાં આવ્યું હોય તે કેટકેટીગણું થાય છે. અનંતાનુબંધી, કષાયના ઉદયે કયારેય અંતમુહૂર્તમાં એવું તીવ્ર કર્મ બંધાઈ જાય છે કે જેને વિપાક જીવને ભવના ભવ સુધી ભગવો પડે છે. દ્રૌપદીના જીવે મુનિવરને કડવા તુંબડાનું શાક વહેરાવી દીધેલું તો તેના વિપાક તેને ભાન ભવ સુધી ભેગવવા. પડયા છે. છેલ્લે દ્રૌપદીના ભવમાં તેને ઉદ્ધાર થયે છે. જીવની અંતર્મુહૂર્તની ભૂલમાં કેટલીકવાર અનંત સંસાર વધી, જાય છે. માટે કર્મ બાંધતાં જીવે ખૂબ જ વિચાર કરવાને છે. બિયારણનું થોડું વાવેતર પણ વિપાકમાં ઘણું થાય છે. તેમ કર્મ માટે પણ સમજવાનું છે. પોતાના કુટુંબીજને માટે જે કર્મ આચરવામાં આવે છે અથવા બીજા પણ કઈ માટે જે કર્મો આચરેલાં હોય તે કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તેના વિપાક તો જીવને એકલાને ભેગવવા પડે છે. કર્મોના દારૂણ વિપાક ભેગવવાના સમયે જીવ બધાયથી એકલે અને અટુલે પડી જાય છે. કર્મોના દારૂણ વિપાક વખતે કુટુંબીજને માંથી દુઃખમાં ભાગ પડાવવા કે રક્ષણ કરવા પડખે કઈ ચડતા નથી. એ સમયે તે પોતાનાં કરેલાં પોતાને જ ભેગવવાનાં . રહે છે. તે પછી નાહકે કર્મોને ભાર આત્મા ઉપર શા માટે.