________________
દુઃખ પુણ્યભવં સુખ
૩૨૫ સુખના વારંવારના ભગવટાથી ઉત્સુકતાને લીધે ઇન્દ્રિ ઉલ્ટી સતેજ બને છે અને તાપ–દુઃખ બન્યું રહે છે.
સંગમાં સુખ તે વિયેગમાં દુઃખ
ત્રીજામાં સંસ્કારથી પણ વિવેકી માટે પુણ્યના સુખ અંતે દુઃખમય છે. ભગ સુખને માનવીને ક્યારેક વિગ પણ થાય છે અને જ્યારે વિયેગ થાય છે ત્યારે સંગકાળનાં સુખ તેને હરઘડીએ સાંભરતા હોય છે. સુખનાં અનુભવકાળમાં એનામાં એવા સંસ્કાર જામી ગયા હોય છે કે તે સુખના વિયેગ કાળમાં સ્મૃતિ દ્વારા વારંવાર દુઃખ ઊભું કરતાં હોય છે, અને આવું સંસારમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે કે જ્યારે મનુષ્યની પાસેથી સ્ત્રી, પુત્ર, ધન, મકાન વગેરેની સામગ્રી નષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્ય તે ભેગ સામગ્રીને યાદ કરી કરીને પોકે પોક મૂકીને રૂદન કરતા હોય છે. અરે ! આજે -સંસારમાં મારું કેઈ રહ્યું નથી. એક ટાઈમે સહુ મને સામેથી પૂછવા આવતા હતા અને આજે હું સામેથી પૂછવા જાઉં છું, છતાં કઈ જવાબ દેતું નથી. અરે! આજે આ હું ઘરભંગ થઈ ગયે. મારે સ્ત્રી હયાત હતી ત્યારે મને અપૂર્વ સુખ હતું. તેની ગેરહાજરીમાં મારે ચાર ચાર દીકરા છે પણ મારે કોઈ “ભાવ પૂછતા નથી. બીજું સુખ તો ઘેર ગયું પણ ભાણુંયે સચવાતું નથી. હું ઘરભંગ ન થયો હોત તો મારે માથે આવું દુઃખ ન પડત. આ પ્રમાણે સંસ્કાર પણ દુઃખ ઊભું કરે છે. એક ખભા ઉપર ભાર હોય અને તે ખભાને આરામ આપવા માટે તે ભાર બીજા ખભા ઉપર મૂકવામાં આવે પણ તેટલાથી કાંઈ શરીર ઉપર ભાર ઓછો થઈ જતું નથી. તેમઇન્દ્રિનાં અને ઈષ્ટ સંગનાં સુખ ગમે તેટલી વાર ભેગવીએ પણ તેટલાથી કાંઈ દુઃખના સંસકાર નિવૃત્ત થતા નથી.