________________
૩૨૪
મને વિજ્ઞાન
સાચું સુખ મેક્ષમાં સંસારના ભેગ સુખ ગમે તેવા હોય તો પણ સાતિશય હોય છે. એ નિરતિશય હોતા નથી. એટલે પિતાને જે સુખ પ્રાપ્ત થયું હોય છે તેથી વખતે બીજાનું, પોતાના દુશ્મન વગેરેનું સુખ ચઢીયાતું પણ હોય. પ્રતિસ્પર્ધિનાં સુખ જોઈને મનમાં સળગ્યા કરે, તેના સુખની ઈર્ષ્યા કર્યા કરે એટલે એનું મનમાં દુઃખ રહ્યા કરતું હોય છે. બીજી રીતે ભેગ સુખની અપૂર્ણતાથી પણ મનમાં તાપ રહ્યા કરતો હોય છે. શું કરું ? કુદરતે મને બધું આપ્યું છે પણ શેર માટીની ખોટ રહી ગઈ ? આ રીતે સુખની ઊણપ મનમાં સાલ્યા કરે. સંતતિ હોય અને સંપત્તિ ન હોય તે તેની ઊણપ મનમાં લાગ્યા. કરે. સંતતિ, સંપત્તિ બધું હોય પણ કીર્તિ ન હોય તો તેની ઊણપ સાલ્યા કરે પણ એમ ન વિચારે કે સંસારના કોઈ સુખએકાંતિક અને આત્યંતિક હતા જ નથી. તેવા સુખ તે માત્રા મેક્ષમાં જ હોય છે.
તપેલા લેખંડના ગોળા જેવી ઈનિદ્ર
ઇન્દ્રિયોના સુખ ગમે તેટલીવાર ભેગવવામાં આવે પણ તેથી તૃષ્ણા શમતી નથી. ઈન્દ્રિયે તપેલા લેખંડના ગેળા જેવી છે; જ્યારે સંસારના સુખ પાણીનાં ટીપાં જેવા છે. તપેલાં લોખંડના ગળા ઉપર પાણીનાં બે પાંચ ટીપાં નાખવામાં આવે તેટલાથી તે કાંઈ શીતળ ન થાય, પણ સરેવરમાં બળી દેવામાં આવે તે શાંત થાય. તેમ ઈન્દ્રિયે કે જે તપેલા લેખંડના ગેળા જેવી છે તે કાંઈ બિંદુ જેવા ક્ષણિક સુખથી શાંત ન થાય. ઉલટી વધુ સંતપ્ત થાય. પરંતુ તેને જે જ્ઞાનરૂપી સરેવરમાં બોળી દેવામાં આવે તે શાંત થઈ જાય. જ્યારે વિષય