________________
૩૧૪
મને વિજ્ઞાન,
--
સફળ છે, અને નહિ તે શુદ્ર જતુઓની જેમ આ જન્મ કેવળ મૃત્યુને માટે થાય છે. જ્ઞાનદર્શનાદિ ત્રણે ત્રણને સુમેળ માત્ર મનુષ્ય ભવમાં જ થાય છે. માટે મેક્ષમાર્ગની પ્રાપ્તિ મનુષ્ય ભવમાં જ થાય છે, દર્શન અને જ્ઞાન મનુષ્ય સિવાયના ભવમાં પણ હોય છે. પણ સર્વવિરતિ ચારિત્ર મનુષ્યભવ સિવાયના કેઈપણ ભવમાં પ્રાપ્ત થતું નથી, અને ત્રણમાંથી એકની પણ ઉણપ હોય ત્યાંસુધી મેક્ષ થતું નથી. માટે આગળ વધીને બીજી કારિકામાં ફરમાવે છે કે –
" जन्मनि कर्मक्लेशरनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो, यथा भवत्येष परमार्थः ॥
કર્મ ફ્લેશવડે યુક્ત એવા આ મનુષ્ય જન્મમાં એવી રીતેજ પ્રવર્તવું જોઈએ કે જે રીતે પ્રવર્તવાથી કર્મલેશને. અભાવ થાય, જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ છે, અને ક્રોધાદિ કષાય એ ક્લેશ છે. જન્મ ધારણ કર્યો હોય એટલે મન, વચન અને શરીરના નિમિત્તે કર્મ બંધાય છે. કર્મમાંથી કલેશ ઉત્પન્ન થાય છે અને કર્મકલેશના લીધે ફરી જન્મ લે પડે છે. આમ અનાદિની પરંપરા ચાલ્યા કરે છે. હવે, આ મનુષ્ય જન્મમાં આવીને એવી રીતે પ્રવર્તવું જોઈએ કે, જે રીતે પ્રવર્તવાથી કમલેશને અભાવ થાય. કર્મકલેશને સર્વથા અભાવ કરી શકાય એટલે ઉગ્ર પુરૂષાર્થ ન હોય તો છેવટે કુશલાનુબંધ પડે તે રીતે પ્રવર્તવું જોઈએ. (કુશલાનુબંધ એટલે પુણ્યાનુબંધી પુણ્ય) કુશલાનુબંધ પડે તે રીતે પ્રવર્તવામાં આવે તે પણ પરંપરાએ મેક્ષ થાય, બેલ, હવે આ જન્મ સફળ થાય એવું કાંઈ કરવું છે કે જીંદગીભર ભેગું કર્યા કરવું છે. ભેગું કરતાં તો કીડીઓને પણ આવડે છે. તમે. ગમે તેટલું ભેગું કરે પણ કાળ કયાં કેઈને મૂકે એમ છે?