________________
ભયે ભાણે
૩૧૧
અને નાવ હાંકનારે ખલાસી તદ્દન અભણ હતો, ગ્રેજ્યુએટ ભાઈએ નાવિકને પૂછયું કે, અલ્યા કાંઈ ભર્યો છે કે નહિં. નાવિકે કહ્યું, કે, હું કંઈ ભણ્યો નથી, અક્ષરજ્ઞાન પણ મેળવ્યું નથી. ત્યાં સામા ગામમાં ટાવર હતું એટલે ટાવરના ડંકાને અવાજ આવ્યું. એ સમયે નાવ ખાડીના મધ્યમાં આવી ગયેલી. ત્યાં ફરી બીજીવાર પેલા ગ્રેજ્યુએટ ભાઈએ ખલાસીને પૂછયું કે, આ ટાવરમાં ડંકા પડે છે. ગણ તો કેટલાં વાગ્યા? ત્યારે ખલાસીએ કહ્યું કે મને ગણતાંયે આવડતું નથી. ગ્રેજ્યુએટ ભાઈને તે એક મશ્કરીનું જાણે સાધન મળી ગયું. એ તે બોલી ઉઠો કે, અલ્યા તું કંઈ ભયે નથી. તને ગણતા આવડતું નથી, ત્યારે તે તારી લગભગ બધી જીંદગી પાણીમાં ગઈ લાગે છે. એટલામાં તે દરિયામાં તોફાન જાગ્યું, અને પાણીના મોજા ઉછળવા લાગ્યાં. એટલે ખલાસીએ ગ્રેજએટને કહ્યું, કે, આપ ખૂબ ભણેલા લાગે છે એમ આપના બોલવા પરથી સમજાય છે. પણ આપને તરતા આવડે છે કે નહિ? જે આપને તરતા આવડતું હોય તો પાણીમાં કૂદી પડે. કારણકે દરિયામાં તોફાન હોવાથી નાવ આગળ ચાલે એમ નથી. આ સાંભળીને તે ગ્રેજ્યુએટ ફેંફે થઈ ગયો, અને નાવિકને કહ્યું કે મને બધું આવડે છે. પણ તરવાની કળા આવડતી નથી. ત્યારે નાવિકે કહ્યું કે જે તમને એક તરવાની કલા ન આવડતી હોય તો મારી લગભગ જીંદગી પાણીમાં, અને હવે સમજી લેજે તમારી બધીયે પાણીમાં, અંતે ખલાસી તરીને સામા કાંઠે પહોંચી ગયો, અને બહુ ડહાપણ કરતા હતા એ બૂડી મર્યા. એજ વાત ભક્ત કવિએ કરી કે,”