________________
ભર્યો ભાણે
આજના રવિવારના જાહેર વ્યાખ્યાનને વિષય “ભયે ભાણે જાહેર કરવામાં આવ્યો છે. આપ સૌ કોઈ તાજનેના મનમાં એ ઉત્કંઠા હશે કે “ભ ભાણે” એ વિષય પર તે મહારાજ શ્રી શું બેલવાના હશે? અને ભાણામાં શું શું પીરસવાના હશે? પણ મારે કાંઈ પીરસવાનું છે જ નહિ. હું પોતે માધુકરીથી જીવનયાત્રા ચલવું છું, ત્યાં હું તમને શું પીરસું? પણ મારે તમને એ સમજાવવાનું છે કે બત્રીસ શાક અને તેત્રીસ પકવાનનું ભાણું તમારા મેઢા આગળજ પીરસાયેલું છે. અને તમે સૌ “ભયે ભાણે” જ બેઠા છે. માત્ર ભાણામાંથી હાથમાં કળીઓ લઈને મેઢામાં મૂકવા જેટલાજ તમારે પ્રયત્ન કરવાનું બાકી રહ્યો છે.
સામગ્રીની દુલભતા હવે આ “ભર્યો ભાણે એ વિષય ઉપરની તાત્ત્વિક રૂપરેખા આપની સામે દોરી રહ્યો છું, “સૂયગડાંગ” સૂત્રની ટીકામાં ભગવાન શીવાંકાચાર્યજી ફરમાવે છે કે –
"भूतेषु जङ्गमत्त्वं, तस्मिन् पञ्चेन्द्रियत्वमुत्कृष्टम् । तत्मादपि मानुष्यं, मानुष्येऽप्यार्यदेशश्च ॥१॥ देशे कुलं प्रवान, कुले प्रधाने च जातिकृत्ष्टा । जातौ रुपसमृद्धिः, रुपे च बलं च विशिष्टतमम् ॥२॥