________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૩૦૧ શમ્યા પ્રમાદને વધારનારી છે માટે ગમે તેવું ઝેર ચડ્યું હોય પણ સાથે મણિ હોય તો તે ઝેર ઉતારી શકાય છે. તેમ ગમે. તેવા પુણ્યને ઉદય કાળ હોય પણ અંતરમાં જે જ્ઞાનદશાની જાગૃતિ હોય તો તે પુણ્યને મોક્ષ માર્ગની આરાધનામાં મદદરૂપ કરી શકાય છે. માટે જ્ઞાનયોગના લક્ષણવાળું ધર્મ અથવા પુણ્યાનુબંધી પુણ્યના લક્ષણવાળે ધર્મમેક્ષપદને સાધી આપનાર છે. માત્ર આશંસા દેષ યુક્ત પુણ્યના લક્ષણવાળો ધર્મ ભવ.. ગતિમાં રજળાવનારે છે. માટે બધાં જ્ઞાનગરૂપ લક્ષણવાળા. ધર્મમાં સાચી આસ્થાવાળા બને એટલું કહી આજના વ્યાખ્યાનથી વિરામ પામું છે.
====
અજ્ઞાનીને કઈ પણ વસ્તુની ઈચ્છા થાય અને જે છે તે ઈચ્છા પરિપૂર્ણ ન થાય તેનું મનમાં તીવ્ર દુઃખ છે ઉત્પન્ન થાય છે જ્યારે જ્ઞાનીને મનમાં ઈચ્છા ઉત્પન્ન કરે થાય તેનું જ દુઃખ ઉત્પન્ન થાય છે અને જ્ઞાની
મનમાં વિચારે છે કે મારા જ્ઞાનની હજી અપૂર્ણતા છે છે કે મને અવનવી ઈચ્છાઓ મનમાં ઉત્પન્ન થયા વિ જ કરે છે.
==