________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૮૯
પ્રકાર છે. તેમાં પુણ્યના લક્ષણવાળે ધર્મ બંધનું કારણ છે. જ્યારે જ્ઞાનયોગના લક્ષણવાળો ધર્મ મોક્ષનું કારણ છે.
ज्ञानयोगस्तपः शुद्धमाशंसादोषवर्जितम् ।। अभ्यासातिशयादुक्तं तद्विमुक्तेः प्रसाधकम् ॥
આશંસાદોષ વગરનું જે તપ તે જ જ્ઞાનગના લક્ષણ વાળો ધર્મ છે, અને તેનાં આત્યંતિક અભ્યાસથી તે મુક્તિ પદને સાધી આપનારૂં છે. તપ જે આકાંક્ષાથી યુક્ત હોય એટલે કે કેઈપણ પ્રકારના ફળની ઈચ્છાથી યુક્ત હોય તે તે જ્ઞાનગના લક્ષણવાળું નથી. ગીતાજીમાં શ્રી વ્યાસ કર્મ. ફળની ઈચ્છાને નિષેધ કરે છેઃ
“ कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन" નિષ્કામ કર્મ કરતાં રહેવું એ માનવીના અધિકારની વાત છે. પણ ફળની આશા રાખવી એ માનવીના અધિકાર બહારની વાત છે. તપ ગમે તેવું ઉગ્ર કરવામાં આવે પણ તેમાં જે મનાવવા પૂજાવવાની ભાવના હોય અથવા એવા બીજા કેઈ પણ ફળની આકાંક્ષા હોય તો તે તપનું ફળ કલેશ સિવાય બીજું કાંઈ રહેતું નથી.
આ સભામાં ઘણા ખેડુત ભાઈઓ બેઠેલા છે. એમને તમે પૂછે તે ખરા કે તેઓ કયા દયેયથી ખેતી કરે છે? તેઓ તરત કહેશે કે અનાજ ઉત્પાદનના દયેયથી ખેતી કરીએ છીએ. કોઈ એમ નહિ કહે કે પરાળના (ખડનાં) દયેયથી ખેતી કરીએ છીએ. પણ જ્યાં ધાન્યના ઢગલા થવાના હોય ત્યાં પરાળના