________________
૨૭૬
મને વિજ્ઞાન
ખા ગયા સે ખો ગયા, જડ ગયા શીર ફેડ ગયા દાટ ગયા ઝખ માર ગયા, દે ગયા સો લે ગયા.”
માટે લક્ષ્મીના સ્વભાવને સમજે તે એના પિયા, મટીને એના સ્વામી બની જાઓ.
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે, સંસારમાં આ પ્રમાણે એની પ્રકૃતિથી (સ્વભાવથી) બધુંય અસુંદર છે, તે હે મિત્ર! તું કહે તે ખરે કે આમાં વિવેકીઓએ ક્યાંય. આસ્થા કરવી શું યુક્ત છે? અર્થાત્ જગવંદ્ય, અકલંક, સનાતન અને શીલવંત એવા દૌર્યશાલી મહાપુરુષોએ સેવેલા અહિંસા, સંયમ, અને તપરૂપ ધર્મ સિવાય વિવેકીઓએ સંસારના કેઈ પદાર્થોમાં અને સંગિક સુખમાં આસ્થા, કરવી એગ્ય નથી. પિતાના ધ્રુવપદ સિવાય વિવેકી આત્માઓએ કયાંય આસ્થા કરવી યુક્ત નથી. આસ્થા કહે, આસક્તિ કહે, એકની એક વાત છે ત્યારે હવે સ્વેચ્છાથી આસક્તિને ત્યાગ કરી દેવો એ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આચરણા છે. આ બાબત ઉપર, ચાર જમાઈનું દૃષ્ટાંત આપીને વ્યાખ્યાન પૂરું કરીશ.
દૃષ્ટાંત એક ગામમાં એક શેઠ હતા. તેમને પાંચ દીકરીઓ હતી. પાંચમાંથી ચાર દીકરીઓના લગ્ન થઈ ગયેલાં. શેઠને હવે છેલ્લી દીકરીનાં લગ્ન ઉજવવાનાં હતાં. શેઠની ઈચ્છા એમ કે હવે આપણી જિંદગીમાં આ છેલ્લે કે પહેલે એક જ પ્રસંગ, ઊજવવાનું બાકી રહ્યો છે. માટે આ પ્રસંગ ભારે ધામધૂમથી ઊજવ છે. શેઠે લગ્ન નિમિત્તની કુમકુમપત્રિકાઓ ચારે બાજુ સગાંસંબંધીઓને ત્યાં મોકલી દીધી. દૂર-દૂરના સંબંધીઓને પણ શેઠે પત્રિકાઓ પાઠવી છે. શેઠ જે દૂર-દૂરનાં સંબંધી