________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૭૫
આ શરીર છે. જેમ પેટીમાં એકલું મેલું ભર્યું હોય છે, પણ ઉપર–ઉપરથી પતરુ જડેલું હોય છે તેમ આ શરીર પણ એકલા મળ-મૂત્રથી ભરેલું છે પણ સુંદર લાગે છે તેનું કારણ એ છે કે ઉપરથી આ ચામડીનું પતરું જડેલું છે. જે આ ચામડી જડેલી ન હોય તે હાથમાં લાકડી રાખ્યા વગર તમે અહીંથી તમારા ઘર સુધી પહોંચી ન શકે, રસ્તામાં કાગડા ને કૂતરાં ગીધડાની જેમ તૂટી પડે.
ક્ષણના મુખની પાછળ દુઃખ અનંત કાળનું
કાયાની જેમ સંસારનાં વિષયસુખ પણ એની પ્રકૃતિથી અસુંદર છે. ભાવિમાં અનંતકાળનાં દુ:ખ પસંદ હોય તે જ એક ક્ષણનું વર્તમાનનું સુખ પસંદ કરવા જેવું છે, વિષયસુખ એક ક્ષણ પૂરતું સુખ છે અને એની પાછળ ભાવિમાં અનંતકાળનું દુ:ખ છે. ક્ષણપૂરતું સુખ તે ખરજવું ખણતાંયે મળી જાય છે, પણ એ સુખની કિંમત શી છે? વર્તમાનમાં ગમે તેવું સુખ હેય પણ ભાવિમાં ક્રોડ વર્ષે પણ એની પાછળ જે દુઃખ આવવાનું હોય તે તે સુખને સુખ માનવું એમાં મેહના વિલાસ સિવાય બીજું કશું નથી. એવાં ઈદ્રિયોનાં સુખ ભોગવીને તે અસંખ્ય દેવે એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરતા હોય છે. માટે શ્રેયના રસ્તે વળવું હોય તે જીવે ઈદ્રિયસુખની રુચિ છોડી દેવી જોઈએ. લક્ષ્મી પણ એના સ્વભાવથી સુંદર નથી. એને તો શાસ્ત્રોએ કુલટાના સ્વભાવની કહી છે, તે પણ એની તમે ધનતેરસને દિવસે પૂજા કરે છે. મારે તે કહેવું જોઈએ કે લક્ષમીપૂજનમાં તમે સમજ્યા જ નથી. દાન એ જ સાચું લક્ષ્મીપૂજન છે.