________________
૨૭૨
મને વિજ્ઞાન.
આળ મુકાયું લાગે છે. માટે એ આળ ન ઊતરે ત્યાં સુધી મારે ચારે આહારને ત્યાગ છે. જેયું, એમને એમના પતિ ઉપર કેટલો વિશ્વાસ છે? આવા પુરુષે હલકા આચરણના સ્થાનરૂપ યૌવનને પણ સદાચારનું સ્થાન બનાવી શકે છે. યૌવન જેમ કુત્સિત આચરણના સ્થાનરૂપ છે, તેમ અનિત્ય પણ છે. ઈદ્રધનુષની શોભા જેમ ક્ષણપૂરતી છે તેમ યૌવન પણ ક્ષણભંગુર છે.
“મુખડા કયા દેખો દર્પણમેં, દયા ધરમ નહીં મનમેં પટિયા પાડે ને કેશ સમારે, ગોરે ફૂલે તનમેં;
તન જોબન ડુંગરકા પાણી, છલક જાય એક પલમેં મુખડા. કેડી કેડી કર માયા જેડી, સુરત લગાઈ ધનમેં, દશ દરવાજો બંધ ભયે તબ, રહ ગઈ મનકી મનમેં મુખડા”.
કબીર કહે કે, મેં દર્પણમાં શું જોયા કરે છે? જરા હદય તરફ જૂઓ. હૃદયમાં દયાધર્મ તો છે નહીં. શરીરની બહુ ટાપટીપ કરવાવાળાઓ માટે કહે છે કે ગૌરવર્ણા શરીરમાં મનુષ્યો પટિયા પાડતા હોય છે-કેશ સમારતા હોય છે, તેમાં પહેલાં તો વળી સાદાઈથી ઓળતા અને હમણાં હમણાં તે વળી કુષ્મફેશન ચાલી પડી છે, પણ એમને ખબર નથી કે આ કાયા સળગશે ત્યારે સહુની આગળ એ કુગે સળગવાન છે. લોકો આજે ટી.વી-વીડીયા જોતા બહુ થઈગયા,એટલે મોટે ભાગે નટનટીઓના પહેરવેશનું અનુકરણ થઈ રહ્યું છે. આજની જુવાન બહેન સુલસાનું અનુકરણ નહીં કરે પણ સુરૈયાનું કરશે. તેમ પુરુષને દિલીપ-કટની ધૂન. લાગી છે પણ રામ લક્ષ્મણના કે શેઠ સુદર્શનનાં સદા ચારની ધૂન લાગી નથી. જો કે એમાં પણ અપવાદ