________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૭૧
મેરે પ્યારે એ વ્રત જગમે દીવો (પાળનારા ઘણું જીવો) આવા આવા મહાન પુરુષોનાં ચરિત્રોથી ભારતનો ઈતિહાસ ઉજજવળ બનેલ છે.
સંસ્કારધનની પાયમાલી આજનું જગત તે જાણે રૂપની પાછળ અંધ બન્યું છે. સ્ટેશન પરથી કઈ નદી પસાર થવાની હેય તે હજારે તેને જોવા નીકળે છે. અરે ભાઈ! એ એંઠવાડમાં શું જોવાનું હતું ? પણ લેક વૃત્તિ ઉપર કાબૂ રાખી શકતા નથી અને અધૂરામાં વળી ટી.વી. સિનેમા અગ્નિમાં ઘી હોમવા જેવું કરે છે. લોકેના સંસ્કારધનની અત્યારે ચારે બાજુથી પાયમાલી છે. કોલેજોમાં સહશિક્ષણને નામે પણ કયાં અનર્થો ઓછા થાય છે! અરે બીજી બધી વાત જવા દો. તમે રાતના ઘેર સૂવા માટે મોડેથી આવ્યા હો તો તમારાં પત્ની એમજ માનેને કે સત્સંગમાં ગયા હશે એટલે મેડા પડયા લાગે છે. કેમ એમજ માનેને?
સભામાંથી નાના! ત્યારે શું માને ? ભરી સભામાંથી કયાંક રખડવા ગયા હશે એમ માને.
શું બોલ્યા તમે? આવું માને ? ત્યારે તો એમની ઉપરેય જેવી જોઈએ તેવી સારી છાપ પાડી શકયા નહિ. શેઠ સુદર્શનની છાપ એમનાં પત્ની મને રમા પર કેટલી સરસ હતી ! મને રમાને કેઈએ કહ્યું કે, તમારા પતિ ઉપર અભયા રાણીએ આળ ચડાવ્યું છે અને તેમને વધસ્થળે લઈ જાય છે. ત્યારે મને રમાએ કહ્યું કે, મારા પતિ માટે ત્રણ કાળમાંય આ બને એવી વાત નથી. છતાં કઈ પૂર્વના કર્મોદયે એમના માથે