________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૬૧
પાપસ્થાનકે સેવેલાં છે. અથર્જનની પાછળ ન કરવાનાં પાપ મેં કર્યા છે. માતા, પિતા, ભાઈ, ભગિની, ભાર્યા અને પુત્ર-પૌત્ર આદિના મોહને આધીન બનીને તેમને બધાને સુખી કરવા માટે મેં અનેક પાપકર્મો કર્યા છે. આ પાપકર્મોના ભારથી લદાયેલા મારા આત્માનું ભવાંતરમાં શું થશે? આ રીતની ચિંતા એ ઉત્તમ આત્મચિંતા છે. શાસ્ત્રચિંતા મધ્યમા છે. કામચિંતા અધમાં છે અને પરચિંતા અધમાધમા છે.” સેમચંદ્ર વિચારે છે કે, પુત્રની પણ મારે ચિંતા શા માટે કરવી જોઈએ? સોમચંદ્ર ધારિણીને કહી દે છે કે, તું પુત્રને મોટો કરજે. હું તે હવે કઈ પણ ભેગે વ્રત ગ્રહણ કરીશ આજે તે ભરવૃદ્ધાવસ્થામાંય તૃણ મૂકાતી નથી.
'अङ्ग गलितं पलितं मुण्डं दशनविहिनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्ड तदपि न मुञ्चत्याशापिण्डम् ॥
શરીર તદ્દન ગળી ગયું હોય, માથાના વાળ સફેદ થઈ ગયા હોય અને માંનાં બત્રીશે દાંત પડી ગયા હોવાથી માં તો જાણે નાનકડા ગોખલા જેવું થઈ ગયું હોય કે જે જોઈને નાના છોકરાને છીંકણીની ડાબલી એ નાનકડા ગોખલામાં મૂકવાની ઈચ્છા થઈ જાય, લાકડીના ટેકે માંડ ચાલી શકતો હિય તે પણ તૃષ્ણા મુકાતી નથી, ત્યારે તો રંગ છે ને આ સોમચંદ્રને કે દૂધિયા હોઠના પોતાના બાળકને રાજગાદી પર બેસાડીને પોતે પ્રવજિત બનવા તત્પર બન્યા છે ! કારણ કે એણે જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા કરેલી છે. રાણીને ફરી બીજીવાર કહી દે છે કે, “આ બાળકને તારે સાચવવાને છે. હું તો તપ કરવા જંગલમાં જાઉં છું.” -