________________
ઉપર
મનોવિજ્ઞાન
તેમાં ભવાંતરમાં ઉત્પત્તિ થાય છે. આ રીતે સતી મદનરેખાના મુખમાંથી નીકળતાં વચને મૃત્યુની શય્યા ઉપર પહેલા યુગબાહુ બે હાથ જોડીને ખૂબ જ ભાવથી અંગીકાર કરે છે અને ત્યારબાદ આરાધના સ્થિરચિત્તે સાંભળ્યા પછી બીજી જ ક્ષણે મૃત્યુ પામીને પાંચમા દેવલેકમાં ઉત્પન્ન થાય છે. આરાધનાના પ્રભાવે તેમના અધ્યવસાય ખૂબ નિર્મળ થઈ ગયા. મંત્રમણિના પ્રભાવે ઝેર ઊતરી જાય તેમ આરાધનાના પ્રભાવે તેમનું રાજા મણિરથ તરફનું શ્રેષરૂપી ઝેર ક્ષણવારમાં ઊતરી ગયું અને જે તેમને આત્મા આર્તધ્યાનની પરંપરામાં પડી જવાની તૈયારીમાં હતો તેના બદલે ધર્મધ્યાનમાં સ્થિર બની ગયો અને યુગબાહુ આખા માનવજીવનના સારને પામી ગયા. છેલે સતી મદન રેખાની જેમ આરાધના કરાવનારાં મળી આવવાં અતિ દુર્લભ છે. આજે તો મોટેભાગે છેલ્લે રોકકળ કરતાં હોય છે અથવા વીલની વેતરણમાં પડ્યાં હોય છે, પણ સામાનું મૃત્યુ ન બગડી જાય એ રીતની ચિંતા રાખનારા કોઈ વિરલા જ હોય છે. મદનરેખાંએ આ રીતની પિતાના પતિના આત્માની ચિંતા રાખીને તેમને સમાધિ મૃત્યુના અધિકારી બનાવ્યા.
રોજિંદી આરાધના
મદન રેખાએ છેલ્લે કરાવેલી આરાધના દરેક મુમુક્ષુએ હૃદયમાં લખી રાખવા જેવી છે. અંતિમ ઘડી તે એક દિવસે સૌને આવવાની છે. તેને સફળ બનાવવા આ વિચારણા સફળ નીવડવાની છે. અંતિમ આરાધના પામવા રેજિંદી આરાધના ચાલુ રાખવી જોઈએ. મુનિ ભગવંતે તે સદા આરાધનામાં જ રત હોય છે. ગૃહસ્થો માટે સામાયિક, પ્રતિકમણ, જિનપૂજા, દાન, શિયળ, તપ, ભાવધર્મ વગેરેની આરાધના એ