________________
LTC
અંતિમ અપૂર્વ
આરાધના
જૈન શાસ્ત્રોમાં સતી મદનરેખાનું નામ ખૂબજ વિખ્યાત છે. સેળ મહાસતીઓમાં જેની ગણના થાય છે તે સતી મદનરેખાએ પિતાના પતિ યુગબાહને અંતિમ સમયે અપૂર્વ આરાધના કરાવેલ હતી. તે આરાધના જેન શાસ્ત્રોનાં પાને આજ પર્યત નોંધાયેલી છે, જે આરાધના દરેક મુમુક્ષુ આત્માઓ માટે અત્યંત અનુકરણીય અને આદરણીય છે.
સતી મદરેખા અત્યંત સ્વરૂપવાન હતા અને જેવું એ મહાસતીનું રૂપ હતું તેવું જ શિયળ હતું. સોનામાં સુગંધ જે સુમેળ હતે. સતી મદનરેખાનું શિયળવત પર્વતની રેખા જેવું હતું. પર્વતની રેખાને કઈ ભૂંસી ન શકે તેમ કિઈની તાકાત નથી કે સતી સ્ત્રીના શિયળને ભંગ કરી શકે. સતી મદનરેખાના પતિ યુગબાહુ નામે હતા અને યુગબાહુના મોટાભાઈ મણિરથ હતા, જેમાં સુદર્શનપુર નગરના રાજવી હતા, જ્યારે યુગબાહુ યુવરાજ પદે હતા. કેઈવાર નિમિત્ત મળતાં મણિરથની દષ્ટિ મદનરેખાના સૌંદર્ય ઉપર પડે છે અને મણિરથ મદરેખાના સૌંદર્યમાં લુબ્ધ બને છે. મણિરથ મદન રેખાના જેઠ હોવાથી મદનરેખા તેના માટે પુત્રીનુલ્ય ગણાય, છતાં કામવાસનાથી અંધ બનેલે માનવી એ જેતે જ નથી કે સામે કેણ છે અને કહ્યું નથી. ગીધની દષ્ટિ કરતાં કામાંધ અને સ્વથધની દષ્ટિ ભયંકર હોય છે.