________________
ગિરિરાજના આઠ શિખર
૨૩૫ પ્રવર્તાવેલું શાસન રહ્યું છે. ભગવાન ત્રાષભદેવે પ્રવર્તાવેલું શાસન અસંખ્ય પાટપરંપરા સુધી ચાલ્યું છે, જેને શાસ્ત્રોમાં યુગાંતકૃત ભૂમિ કહેવામાં આવે છે અને ભગવાન રાષભદેવે પ્રવર્તાવેલા ધર્મતીર્થના આલંબને અસંખ્ય આત્માઓ. આ ભરતક્ષેત્રમાંથી મુકિતપદને પામ્યા છે. કારણ કે તેમણે પ્રવર્તાવેલું શાસન અસંખ્ય પાટ પરંપરા સુધી ચાલ્યું છે. ધર્મતીર્થને પ્રવર્તાવનારા મહાપુરુષોનું કેવું લોકેત્તર સૌભાગ્ય હોય છે ! બાકીના ત્રેવીસ તીર્થકરેનાં શાસનકાળમાં પણ સંખ્ય. અસંખ્ય આત્માઓ મુક્તિ સ્થાનને પામ્યા છે.
ધન્ય ઈશ્વાકુ કુળને
કુળમાં ઘણાં શ્રેષ્ઠ કુળ કહેવાય છે, પણ ઈફવાકુ કુળની દુનિયામાં જેડ નથી. જેમાં બાવીશ તીર્થકરો ઉત્પન્ન થએલા. છે. શ્રી નેમનાથ અને મુનિસુવ્રતસ્વામી હરિવંશ કુળમાં ઉત્પન્ન થયેલા છે. ઈફ્તાક કુળમાં ભરત ચક્રવતિ સૂર્યવંશી કહેવાણા. અને બાહુબલી ચંદ્રવંશી કહેવાણા છે. ઈક્વાકુ કુળ એવું મહાન કે, જેમાંથી એકલાં રત્ન જપાક્યા છે. જગદ્ ઉદ્ધારક બાવીશ બાવીશ તીર્થકરે જે કુળમાંથી પ્રકટયા એ કુળને સંબોધવા. આપણી પાસે કેઈ શબ્દો નથી. આજનું જૈન કુળ પણ એવુ શ્રેષ્ટ છે કે જેમાંથી કેળવાયેલાં આપણે વચમાં કહી ગયા તેમ કેહીનુર જ પાકે. બાકી શરૂઆતથી સંસ્કાર જે સારા ન મલ્યા હોય તે આ એ પડતો કાળ છે કે વખતે સારા કુળમાંથીયે હીરા પાવાને બદલે પત્થરા પાકે. સુકુળમાંથી હીરા પકવવા હેય તે માતાપિતાએ પણ પોતાની જવાબદારી સમજવાની રહેશે.