________________
૨૨૬
મને વિજ્ઞાન કેહીનર હીરા જ પાકે. જૈનકુળમાં જન્મ મળ્યો હોય અને સરકારી મા–બાપ મળ્યા હોય પછી બાકી શું રહે? આજે મેટે ભાગે બહારની કેળવણી તરફ ધ્યાન દેવાય છે. ધર્મના સંસ્કાર વગરની એકલી બહારની કેળવણી અને નાગી તલવાર છે.
આપણી સંસ્કૃતિ માનવીમાં ધાર્મિકતા હોય તે જ આ કાળમાં માનવીને ઉદ્ધાર છે. આજની દુનિયામાં સ્વચ્છેદ અને સ્વેચ્છાચાર માજા મૂકી છે. માનવીને મર્યાદાઓનું પાલન આજે બંધનરૂપ લાગે છે. પૂર્વકાળમાં અમૂક કુલ મર્યાદાઓનું પાલન થતું હતું. જ્યારે આ કાળમાં તેનું ઉલ્લંઘન છે. તેમાં આજની કેળવણીએ પણ ઘણે મેટો ભાગ ભજવ્યું છે. આજનું જગત પશ્ચિમી અનુકરણને માગે ઘસડાતું જાય છે. પણ પરિણામે આ ભારત જેવા દેશને ઘણું સહન કરવું પડશે.
આ દેશમાં થઈ ગયેલા મહર્ષિઓએ તે માનવ સમાજને એવું સુંદર માર્ગદર્શન આપ્યું છે કે આપણે અમેરિકા કે રશિયા જેવા બીજા કેઈ દેશનું કે બીજા કેઈ દેશની સંસ્કૃતિનું અનુકરણ કરવાની જરૂર નથી. આપણુ આર્ય સંસ્કૃતિ તે એટલી બધી મહાન છે કે બીજા પરદેશ વાસીઓને આપણું અનુકરણ કરવું પડે. જ્યારે આજે ગંગા જ આખી ઉલ્ટી વહે છે. આપણે જ પશ્ચિમનું અનુકરણ કરી રહ્યા છીએ અને તે અનુકરણ પણ આપણને કરતાં આવડ્યું નથી. પશ્ચિમના અનુકરણમાંથીએ જેટલું નબળું હતું તેટલું આપણે ગ્રહણ કર્યું પણ સારું ગ્રહણ ન કર્યું. એ લોકોમાં જે નીતિમત્તા અને પ્રમાણિકતા છે તેનું આપણે અનુકરણ ન કર્યું અને કેવળ તે લોકેની વેશભૂષા અને ખોટી ટાપટીપનું અનુકરણ