________________
=
શાંતિને સંદેશ
૧૯૧ સ્વ. પર માટે શાંતિનાથ ભગવાનના સ્તવનને અવલંબીને શાંતિનું પરમ સ્વરૂપ મેં સંક્ષેપથી કહ્યું છે. બાકી આગમમાં શાંતિનાથાદિ તીર્થકર ભગવંતેએ શાંતિનું સ્વરૂપ ખુબ જ વિસ્તારથી કહેલું છે. માટે વિસ્તાર રુચિવાળા જીવેએ તે સ્વરૂપને વિસ્તારથી આગમગ્રંથો ઉપરથી જાણી લેવું. આત્મા જ્યાં સુધી પોતાના શાંતરસમય સ્વરૂપને પિછાણીને તેમાં નહિ ડુબે ત્યાં સુધી બીજા કરેડા ગામે ઉપાયોથી પણ સાચી શાંતિ મળવાની નથી. પોતાના આત્મામાં જ છે, પણ સંકલ્પ વિકલ્પને ત્યાગ કરીને આત્મા જ્યારે પોતાનાનિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થાય ત્યારે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે. હવે છેલ્લી ગાથામાં કહે છે કે,
શાંતિ સરૂપ ઈમ ભાવશે,
ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે,
તે લહેશે બહુમાન રે....શાંતિ. ૧૫ ચિત્તની એકાગ્રતાથી આ મુજબ જે કઈ ભવ્ય પ્રાણી શાંતિના સ્વરૂપનું વિચાર કરશે તે પિતાના આત્મામાં પરમ શાંતિનો અનુભવ કરીને અંતે આનંદનાં સમૂહરૂપ એવા - મોક્ષપદને પ્રાપ્ત કરશે અને જગતમાં પણ ડગલે ને પગલે માન-સન્માનને પ્રાપ્ત કરશે. ભલે એને માન-સન્માનની પડી ન હોય પણ જગત તેને સામેથી માન સન્માન આપશે. સૌ કોઈ શાંતિનાથ ભગવાનના પરમ શાંત રસમય સ્વરૂપને ઓળખીને અખૂટ શાંતિને પામે અને જીવનમાં રસાધિરાજ એવા શાંત રસની ઉપાસનાં સાધે એજ એક મહેચ્છા.