________________
૧૯૦
મને વિજ્ઞાન
પરમાત્માના દર્શનથી આત્મા ભલે તરતમાં જ પરમાત્મા ન બની જાય, પણ અંતરાત્મભાવને તો પામી જાય છે અને અંતરાત્મભાવ એજ પરમાત્મભાવનું કારણ બને છે. માટે કારણમાં કાર્યને ઉપચાર કરીને કહે છે કે, હું પણ આ પરમાત્મા તુલ્ય છું. ભલે આજે હું સેવક છું પણ આ ત્રિલેકનાં નાથના સેવક બને તે સેવ્ય પણ બની જાય છે. - જેમ એકવીશમાં ભગવાનનાં સ્તવનમાં શ્રી આનંદઘનજી કહે છે કે –“જિન સ્વરૂપ થઈ જિન આરાધે”
તે સહી જિનવર હેવે રે.” જિન સ્વરૂપ થઈને જે જિનેશ્વર ભગવાનને આરાધે તે પોતે પણ આરાધક આત્મા અંતે જિનેશ્વર બની જાય છે. માટે તેરમી ગાથામાં શ્રીમાન આનંદઘનજી મહારાજે નિશ્ચ
નયની અપેક્ષાએ પિતાના પરમાત્મભાવની અપૂર્વ ઉલ્લેષણ કરી છે. આ ગાળામાં ગીરાજની આત્મમસ્તીને તાદુશ ચિતાર ખડે થઈ જાય છે. જેની પુરૂષનાં શુદ્ધાશયને સમજ્યા વિના ઘણાં બહિર્મુખ આત્માઓ આવી ગાથાઓ. વાંચીને વિપર્યાસને પામતા હોય છે. પણ ગુરુગમથી આવી ગાથાઓ ઊંડાણથી વિચારવી જોઈએ કે જેથી વિપર્યાસ ન થાય.
શાંતિ માટે સ્વરૂપમાં લીન બને હવે છેલ્લી બે ગાથાઓમાં સ્તવનને ઉપસંહાર કરે છે. “શાંતિ સરૂપ સંક્ષેપથી,
કહ્યો નિજ પરરૂપ રે; આગમ માંહે વિસ્તાર ગણે,
કહ્યો શાંતિ જિન ભૂપ રે...શાંતિ. ૧૪.