________________
તે પછીના બે વ્યાખ્યાને “ગિરિરાજના આઠ શિખરે અર્થાત આઠ પ્રકારના મદ વિષેના છે. જાતિ, કુળ, બળ, રૂપ, તપ, રિદ્ધિ વિદ્યા, અને લાભને જે કંઈ ગર્વ કરે છે તેનું પતન થાય છે. મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં કહ્યું છે તે મુજબ જે વસ્તુ પ્રાતઃકાળે જોવામાં આવે છે તે મધ્યાન્હ કાળે નથી અને જે વસ્તુ મધ્યાન્હ કાળે જોવામાં આવે તે સંધ્યાકાળે અદ્રશ્ય થયેલી માલુમ પડે છે. આ પરિસ્થિતિમાં કેણ કેને મદ કે અભિમાન કરી શકે?
અંતિમ અપૂર્વ આરાધનાવાળા વ્યાખ્યાનમાં મહાસતી મદન રેખાએ અત્યંત કપરા સમયે પણ પોતાના પતિને જે ધર્મ આરાધના કરાવી હતી, તેની રસપૂર્ણ વાત આવે છે. તે પછીના જે વ્યાખ્યાને જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા વગેરે વિષય પરના છપાએલા તે પણ ખૂબજ મનન કરવા એગ્ય છે.
પૂજ્ય આચાર્ય શ્રી વિજય ભુવનરત્નસૂરીજી મહારાજ સાહેબના આ બધા પ્રવચને સમ્યફ જ્ઞાનની મને રમ પ્રસાદી રૂપ છે. આ પ્રવચને પાછળ મુનિરાજની દૃષ્ટિ શ્રોતાજનેને જીવન, સંસાર, ધર્મ વિષે સાચું માર્ગદર્શન આપવાની છે. અને તે હેતુ સર્વાશે સિદ્ધ થયો હોવાનું આ વ્યાખ્યાને વાંચતા મને લાગ્યું છે. સરળ અને સુગમ્ય ઉપદેશની સાથે સાથે પ્રસંગને અનુરૂપ એવા ઉચિત દ્રષ્ટાંતે, આ પ્રવચનેને વિશેષ આકર્ષક અને અસરકારક બનાવે છે. પૂજ્ય આચાર્યશ્રીની વિદ્વત્તા કેવળ જૈન શાસ્ત્રો કે આચાર પૂરતી નથી. પરંતુ જેનેત્તર તેમજ આધુનિક વિચારે, વિચારકે, તેમજ વાદથી તેઓ સુપરિચિત છે, ભાષા ઉપર કાબૂ તેમજ અનેક ધર્મશાસ્ત્રોનું તેમનું અધ્યયન આ પ્રવચને ઉચ્ચ કોટિના બનાવવામાં