________________
શાંતિને સંદેશ
૧૮૧ એ તે ભવ્યત્વપણાની શ્રેષ્ઠ છા૫ છે કારણ કે અભવિને કઈ પણ કાળે મુક્તિ તરફ અનુરાગ પ્રગટે જ નહિ. તેમજ ભવિ જીવ પણ જ્યાં સુધી અચરમાવર્તમાં હોય ત્યાં સુધી તેનામાં પણ મુક્તિ તરફનો અનુરાગ પ્રગટ થતો નથી. માટે મુક્તિ અને સંસાર બનેને સમ ગણવાની વાત તે આગળની ભૂમિકાએ પહોંચ્યા પછીની સમજવાની છે. નવમી અને દશમી એ બનેગાથામાં ગીરાજ આનંદઘનજીએલોકેત્તર સમતાની અભૂત વાત કરી છે.
જીવસમતાભાવમાં આવે તે ક્ષણમાં કામ કાઢી જાય
આજે ધર્મનાં અનુષ્ઠાન તરફ લક્ષ દેવાય છે, પણ તેની સાથે જીવનમાં સમતા ગુણ આવો જોઈએ, નહિ તે પૂ. વિનયવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો.
સમતા વિણ જે અનુસરે,
પ્રાણું ધર્મનાં કાજ રે; છાર ઉપર તે લીંપણું,
કાં ઝાંખર ચિત્રામ રે.
જીવ ગમે તેવા ધર્મનાં અનુષ્ઠાન કરે પણ તેમાં જે સમતા ન હોય તો તે છાર ઉપર લીંપણ જેવું છે. કલિકાળ સર્વજ્ઞ પૂ હેમચંદ્રાચાર્યજી પણ ફરમાવે છે કેટી જન્મના તપ વડે પ્રાણ તેટલાં કર્મ ખપાવત નથી કે જેટલાં સમતાના આલંબન વડે માત્ર અંતમૂહુર્તમાં ખપાવે છે. માટે તપ સંયમના અનુષ્ઠાનની સાથે જે સમતાભાવની વૃદ્ધિ હેય તો એકાંતે કર્મ નિજારાને લાભ થાય છે. બાકી તે દશવૈકાલિક નિર્યુક્તિમાં