________________
૧૮૦
મને વિજ્ઞાન
ઉત્કર્ષમાં કઈ પોતાને ઉત્કર્ષ માનતા નથી. તેમ આત્મજ્ઞાની પણ શરીર, ધન, યૌવન, વૈભવ વગેરેનાં ઉત્કર્ષમાં પિતાને. ઉત્કર્ષ માનતા નથી. તેઓ તે એમ વિચારતા હોય છે કે
વર્ષ પૂરપર્યા િવનધનસ્થ
પદ્રવ્યને અને પરપર્યાયનો ગમે તે ઉત્કર્ષ થાય તેમાં ચિદાનંદઘન આત્માને શું ? એટલે કે તેમાં આત્માને લેશ. પણ લાભ નથી. આત્માને તે જો આત્મભાવની વૃદ્ધિ થાય તે તેનાથી એકાંતે લાભ છે. માટે જ સમતાયેગી તૃણ કે મણિ. પરદેવ્ય હેવાથી બન્નેને સમ પરિણામથી જતો હોય છે. તૃણ કે મણિ તરીકેને ભલે તેના અંતરમાં વિવેક હોય છે. પ. બેમાંથી એક ઉપર રાગ કે બીજા પર દ્વેષહેતો નથી. આગળ વધીને ફરમાવે છે કે
| મુક્તિ અને સંસારને પણ સમતાયેગી સમ ગણતો હોય છે. અને સમતાગી એમ પણ સમજતો હોય છે કે લકત્તર સમતા એ ભવસાગરમાં નાવ સમાન છે. આ મુજબ દશમી ગાથાને અર્થ પૂર્ણ થાય છે. પણ આ દશમી ગાથામાં પૂ. આનંદઘનજીએ ઘણું ઉચ્ચ ભૂમિકાની વાત કરી છે. તેમાંયે
મુક્તિ સંસાર બેહુ સમ ગણે” આ લીટીમાં તો અપ્રમત્ત નામના સાતમા ગુણઠાણે રહેલાં ગીન્દ્રની ભૂમિકા વર્ણવી છે, કારણ કે શરૂઆતની ભૂમિકામાં તે મુક્તિ તરફ અનુરાગ. કેળવવાની વાત હોય છે. શરૂઆતની સાધકદશામાં રહેલાં આત્માઓને તો ભવ તરફ વિરાગ અને મુક્તિ તરફ સંપૂર્ણ અનુરાગ કેળવવાને હોય છે અને મુક્તિ તરફને અનુરાગ