________________
શાંતિના સ ંદેશ
૧૬૭
છે. ખસ, આરીતનું દ્રઢ શ્રદ્ધાન તે જ શાંતિના પરમ સ્વરૂપની પ્રાપ્તિ માટેના પ્રથમ અમેાઘ ઉપાય છે.
મિથ્યાત્વનુ કાતિલ ઝેર
આ ત્રીજી ગાથામાં સમ્યક્દર્શનની વાત કરી છે. જીવને પ્રબળ અશાંતિનું મૂળ કારણ મિથ્યાદશન છે. વિપરીત શ્રદ્ધાનને લીધે જીવ ઘાર દુઃખની પરંપરાને પામ્યા છે. બધાં પાપાનુ’મૂળ ઉત્પત્તિસ્થાન મિથ્યાત્વ છે. સદશથી શરીરમાં ઝેર વ્યાપી જતાં જેમ શરીર મૂચ્છિત અવસ્થાને પામી જાય છે તેમ મિથ્યાત્વનાં ઝેરથી આત્મા પણ મૂર્ચ્છિ ત દશાને પામ્યા છે. તેવી દશાને પામેલે આત્મા હિતાહિતને પણ જાણતા નથી, ધર્માંધ ને જાણતા નથી, કવ્યાકતવ્યને પણ જાણતા નથી, વસ્તુને વસ્તુના સ્વરૂપે પણ જાણતા નથી. મિથ્યાત્વ એ કાતિલમાં કાતિલ ઝેર છે. એ ઝેર છે ત્યાં સુધી કાળા કેર છે. અને એ ઝેર ઊતરી ગયા પછી લીલા લહેર છે. પરંતુ સપનુ ઝેર જેમ ગારૂડિકનાં મંત્રથી ઊતરે છે, તેમ આ મિથ્યાત્વરૂપી ઝેર પણ પ્રભુની વાણીરૂપી મહામંત્રથી ઉતરે છે. અને મિથ્યાત્વરૂપી ઝેર ઊતરી ગયા પછી આત્મામાં પરમ શાંતિરૂપી આહ્લાદ છવાઈ જાય છે. માટે યથા શ્રદ્ધાનરૂપી સમ્યક્દન એ શાંતિના પ્રથમ મહાન ઉપાય છે.
સમ્યક્ત્વની પ્રાપ્તિ નિસર્ગ અને અધિગમથી
આગમધર ગુરુ સમકિતી,
ક્રિયા સ`વર સાર રે;
સ'પ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ ધાર ૨
....શાંતિ....૪