________________
૧૬૬
મનોવિજ્ઞાન શાંતિનું પરમ સ્વરૂપ જાણવા અંગેનું તને પ્રશ્ન ઉત્પન્ન થયે અને તે સ્વરૂપની મનમાં જિજ્ઞાસા જાગી. કારણ કે પરમતત્વની જિક્ષાસા પણ મિથ્યાત્વ મેહનીય કર્મની મંદતા વિના થતી નથી. સાંખ્ય દર્શનમાં પણ વિધાન છે કે પુરુષ ઉપરથી પ્રકૃતિને અધિકાર જયારે અપાશે પણ ઓછો થાય ત્યારે જીવમાં તત્ત્વની જિજ્ઞાસા પ્રગટ થાય છે. માટે હે આત્મન ! તું એટલે હળકમી કે તને તત્વની જિજ્ઞાસા પ્રગટ થઈ. હવે હું તને શાંતિનું યથાર્થ સ્વરૂપ કહુ છું. માટે તું મનમાં બરાબર ધીરજ રાખીને સ્થિર ચિત્તે તે સ્વરૂપનું શ્રવણ કરજે ! શાંતિના સ્વરૂપની જિજ્ઞાસા પણ જે પ્રબળ પુણ્યના ઉદયે થાય છે, તો તે સ્વરૂપની પ્રાપ્તિની તો વાત જ શી કરવી ! આજનાં મોટાં ભાગનાં જીવનમાં તો આવી જિજ્ઞાસા જેવા મળતી નથી. એકલાં અર્થ અને કામસુખની પ્રાપ્તિ માટેની આંધળી દોટ જોવા મળે છે. માટે આત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માટેની જે આત્મામાં રુચિ ઉત્પન્ન થાય તે આત્મા પણ ધન્ય છે. તે હકીકત આ બીજી ગાથા ઉપરથી સમજી શકાય છે. શાંત રસની પ્રાપ્તિને પ્રથમ અમેઘ ઉપાય ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે,
કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતત્વ સદહે.
પ્રથમ એ શાંતિપદ સેવ રે...શાંતિ..૩ સુવિશુદ્ધ અને અવિશુદ્ધ- સારા અને નરસા જે જે જીવ અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ,સંવર, નિબંરા,બંધ,મેક્ષ તથા ષટદ્રવ્ય વગેરેના ભાવશ્રી જિનેશ્વરદેવે જે મુજબ કહ્યા છે, તે તે ભાવ નિઃશંકપણે યથાતથ્ય છે. તેમાં જરાયે શંકાને સ્થાન નથી. તે જ સાચું અને શંકા વિનાનું છે કે જે જિનેશ્વરદેએ પ્રરૂપેલું