________________
આવા સુખ અને સ્ત્રી રત્ન સાંપડે તેવી ઈચ્છા કરી (જૈન પરિભાષામાં જેને નિયાણું કહેવામાં આવે છે, અને તપના પ્રભાવે એ બધું અન્ય જન્મમાં પ્રાપ્ત પણ થયું, પરંતુ પરિણામે સંભૂતિમુનિને જીવ જે બાદત્ત ચક્રવતી તરીકે જન્મ્યા હતા, તે મૃત્યુ પામીને સાતમી નરકમાં ઉત્પન્ન થયે. સાધના ઉત્તમ પણ લક્ષ્ય ખોટું પુણ્ય કર્મથી સુંદર સંપત્તિ અને વિપુલ સુખ મળે, પરંતુ તેનાથી આત્મા ભારે બન વાને પણ સંભવ રહે છે, અને તેથી જ મહારાજશ્રીએ સાચું જ કહ્યું છે કે “સંસારના દુખ કરતાં એ સુખ ભયંકર છે.” સાચા ત્યાગી અને તપસ્વી સાધના કરતાં પુણ્ય નથી ઈચ્છતાં, પણ માત્ર પાપ કર્મને ક્ષયજ ઈરછે છે, કારણ કે તેમનું લક્ષ્ય સ્વર્ગ નહિ પણ મેક્ષ છે.
સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કેઃ “જે શરીરથી તમે જગતને ત્યાગી ન શકે તે મનથી એને ત્યાગ કરે. કોઈ પણ વસ્તુની વાસના ન રાખે. કારણ કે, તમે જે વસ્તુની વાસના કરતા હો તે વસ્તુ તમને આવી મળે છે, અને તેની સાથેજ ભયંકર બંધન આવી લાગે છે. કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખવી તે આપણને પિતાને બંધનમાં નાખવા બરોબર જ છે.”
- મહર્ષિ પતંજલીએ ચગશાસ્ત્ર (અધ્ય, ૨–૧૫) માં કહ્યું છે કે વિવેકીને મન તે સુખ અને દુઃખ રૂપજ છે, કારણ કે સુખ પણ પરિણામે દુઃખ ઉત્પન્ન કરે છે. સુખના ભોગના સમયે ભોગ્ય વસ્તુના નાશની આશંકા દુખ ઉત્પન્ન કરે છે. સુખનક સંસ્કારથી પેદા થતા રાગ પણ દુઃઅને અનુભવ કરાવે છે. વળી ગુણવૃત્તિ એટલે સત્વ, રજસ અને તમસ એ ત્રણની.