________________
૧૮
is a man of Pain અથત ભેગ ભેગવનારે માણસ દુઃખમય બની જાય છે. મહાન તત્વજ્ઞ શ્રી. ખલિલ જિબ્રાને આવી જ વાત કરતાં કહ્યું છે કે your joy is your Sorrow unmasked. ભૌતિક સુખની ભીતરમાં મહાન દુઃખ ન જોઈ શકાય એ રીતે પડેલાંજ છે. મહારાજ સાહેબે તેથી સાચું જ કહ્યું છે કે “સંસારના દુઃખ કરતાં એ સુખે ભયંકર છે.”
માણસ આ વસ્તુ સમજી જાય તે પિોકળ સુખાની પાછળ દેડતે બંધ થઈ જાય. એટલું જ નહિ પણ; તેથી તેને સાચું આત્મિક સુખ પણ સહેજે પ્રાપ્ત થાય છે. જે પળે માણસ પૌગલિક સુખનું સ્વરૂપ સમજી તેની પાછળ દોડતું બંધ થાય છે, તેજ ઘડીએ તેના માટે આત્મિક સુખના દ્વાર ખુલ્લા થઈ જાય છે. one door is shut and another opens એક દ્વાર બંધ થતાં બીજું દ્વાર ઉઘડી જાય છે, આ કથન અહિં બરાબર લાગુ પડે છે.
સંસારના સુખ અને દુખો વિષે વિચારતાં આપણને સમજાશે કે, સુખ એટલે દેહેન્ટિને થતું પ્રિય સંવેદન ને એથી ઉલટું સંવેદન તે દુઃખ દુઃખની નિવૃત્તિ અર્થે દરેક જીવ પ્રયત્નશીલ હોય છે, પરંતુ પ્રયત્નનું લક્ષ્ય ભૂલ ભરેલું હોય તો જે પ્રયત્ન આદરવામાં આવે, તે લાંબેકાળે વિપરીત પરિણામ આણનારું એ બને. ઉત્તરાધ્યયન સૂત્રમાં સંભૂતિ મુનિની વાત આવે છે. સંભૂતિમુનિને સનતકુમાર નામના ચોથા ચકવર્તી એક વખત તેમની સુનંદારાણી સાથે વંદન કરવા અર્થે ગયા હતા. ચક્રવતીની રિદ્ધિ-સિદ્ધિ અને સુનંદાનું અદ્દભૂત રૂપ જોઈ સંભૂતિમુનિએ અન્ય જમે