________________
૧૫૬
મનોવિજ્ઞાન કરી નથી. “જિન પડિમાણે અઈ એ સ્પષ્ટ પાઠ છે. અને દ્રવ્ય પૂજા કર્યા પછી તેણીએ નમુશ્કેનું પાઠ ઉચ્ચારવા પૂર્વક ભાવપૂજા પણ કરી છે, જેને શાસ્ત્રોમાં ભાવસ્તવ કહેવામાં આવે છે. તે પાઠ પણ મૂળ સૂત્રમાં છે પાછળથી ઉમેરાયેલો નથી. હવે કામદેવની પ્રતિમા હોય તેની આગળ નમુઠુણને પાઠ દ્રૌપદી જેવી વિવેકી મહાસતી ઉચ્ચારે ખરી? પ્રતિમા પૂજનનાં અનેક શાસ્ત્રોમાં સ્પષ્ટ પાઠો મળી આવે છે. શ્રી આનંદઘનજી જેવાં યોગી પુરુષે પણ આલંબન માન્ય રાખ્યું છે અને નવમા સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં પ્રતિમા પૂજનની આખીયે વિધિ વિસ્તારથી વર્ણવી બતાવી છે અને તેમાં સ્પષ્ટ ઉદ્ઘોષણા કરી છે કે
વ્યભાવ શુચિભાવ ધરીને હરખે દેહરે જઈએ રે” દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારે શુદ્ધિ કરી અને ઉલ્લાસથી જિન મંદિરે જવું. આ ઉદ્દગારો શું સૂચવે છે? વળી આગળ કહે છે કે : કુસુમ અક્ષતવર વાસ સુંગંધી,
ધૂપ દીપ મન સાખી રે ! અંગપૂજા પણ ભેદ સુણી ઈમ,
ગુરૂ મુખ આગમ ભાખી રે ! આ ગાથામાં પુષ્પપૂજા, અક્ષત પૂજા, સુગંધી વાસક્ષેપથી પૂજા, ધૂપ પૂજા, દીપ પૂજા આ બધા પૂજાના પ્રકાર વર્ણવ્યા છે અને આ બધા પ્રકાર ગુરૂ ભગવંતોના મુખેથી આગમની સાક્ષીએ વર્ણવાયેલાં છે. આ રીતે ગીરાજ શ્રી આનંદઘનજી જેવાએ પણ પ્રતિમા–પૂજનની સિદ્ધિ કરી બતાવી છે. માટે મનને સાધવા માટેનાં જે અનેક અલંબને છે, તેમાં જિન પડિમા એ પણ એક મહાન પુષ્ટાલંબન છે.