________________
મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ)
૧૫૫
ગામેગામનાં સંઘે ચાતુર્માસમાં સાધુ સાધ્વીજીને વાંદવા આવે તેમાં શું વિરાધના નહિ થતી હોય? તો તે રીતે વંદન કરવા જવામાં પુણ્ય કે પાપ? એ એક મોટો સવાલ ઊભું . થશે. વંદના કરવા આવેલાં સંઘની ભક્તિ કરવામાં આવે છે. તેમાં પણ અશનાદિની સામગ્રી બનાવતાં છ કાયના જીવોની . વિરાધના થાય છે. તે પછી વાતવાતમાં હિંસાને જ આગળ કરવામાં આવશે તે આમાંના સંઘભક્તિ વગેરેનાં કઈ અનુષ્ઠાને નહિ ઉજવી શકાય, અને એ બધું ધર્મને નામે . થતું હોય છે. તે પછી પ્રતિમાપૂજનમાં જ બધી હિંસા, કયાંથી પેસી ગઈ?
પ્રતિમાપૂજનની સિદ્ધિ વિહારમાં મુનિઓને નદી ઉતરવી પડે છે. તો શું તેમાં અપકાપનાં જીવની વિરાધના નહિ થતી હોય?
કદાચ કઈ દલીલ ખાતર દલીલ કરશે કે એ નદી તો વિધિપૂર્વક ઉતરવાની હોય છે તે સામેથી કહેનારા એમ પણ. શું નહિ કહે કે પૂજા પણ વિધિપૂર્વક કરવાની હોય છે. નદી ઉતરતાં મુનિનાં પરિણામ જીવ દયાના હોય છે. તેમ પ્રતિમા પૂજનમાં શ્રાવકનાં પરિણામ પણ ઘણાં ઊંચા હોય છે. અને. શાસ્ત્રોમાં પરિણામનાં વશે જ બંધ કહ્યો છે. ચિત્તની પ્રસન્નતા. એજ પૂજાનું ખરૂં ફળ છે. દ્રૌપદી મહાસતીએ સ્વયંવર : મંડપમાં જતાં પહેલાં વિધિપૂર્વક જિનપડિમાનું પૂજન કર્યું છે. જ્ઞાતાસૂત્રમાં સ્પષ્ટપાઠ છે. એપાઠ ઉપર હજાર વર્ષ પહેલાની પૂ. અભયદેવસૂરિની ટીકા છે, જેસલમેર જેવાં ભંડારમાંથી હજારો વર્ષ પહેલાંની હસ્તલિખિત પ્રતો નીકળે છે. પરંતુ આ બધું ઉંડાણથી કેને વિચારવું છે. દ્રૌપદીએ કામદેવની પૂજા.