________________
૧૪૪
મનોવિજ્ઞાન જેર કરીને એકદમ મનને હડસેલો મારવા જઈએ તો બાજી બગડી જાય છે અને મન વકતાને ધારણ કરે છે, સર્ષની જેમ વાકુંચૂકું થઈ જાય છે.
મનની મેલી રમત જે ઠગ કહું તે ઠગતે ન દેખું,
શાહુકાર પણ નહીં; સર્વ માંહે તે સહુથી અળગું,
એ અચરિજ મન માંહી, હે કુંથુજિન મનડું કિમ હી ન બાજે.” ૫ જે મનને ઠગ કહીએ તે કયાંય ઠગાઈ કરતું દેખાતું નથી. કારણકે મનની પ્રેરણા પામીને ઈન્દ્રિય વિષયમાં પ્રવર્તે છે અને તેનાથી આત્મા કર્મ બંધનમાં ફસાય છે. મન તે. ઈન્દ્રિયોને પ્રેરણા આપીને જાણે બાજુ પર રહી જાય છે. એવી પ્રકૃતિના પણ મનુષ્ય હોય છે કે જે બીજાને લડાવીને પોતે બાજુ પર ખસી જાય અને દૂર ઉભા રહીને તમાશે જોયા કરે. આ મન પણ આત્મા સાથે એવી જ મેલી રમત રમનારુ છે. એટલે શ્રી આનંદઘનજી કહે છે કે મનને ઠગ કહેવા જાઉ તે કયાંય ઠગાઈ કરતું દેખાતું નથી. એટલે આ મન ઠગ છે એમ કહી શકાય નહિ. તેમ મનને શાહુકાર પણ કહી શકાય તેવું નથી. કારણ કે બીજાને ઉશ્કેરીને પિતે બાજુ પર રહી જાય તેને શાહુકાર પણ કેમ કહી શકાય! ઈન્દ્રિયે મનની પ્રેરણા વિના કાંઈ કરી શકતી નથી. મન ઇન્દ્રિયે નહિ પણ નેઈન્દ્રિય કહેવાય છે અને મન આખાયે શરીરમાં વ્યાપક છે. એટલે તે પાંચે ઈન્દ્રિયોને પ્રેરણા આપનારું છે. દરેક ઈન્ડિયાના વિષને તે જાણે છે એટલે એક અપેક્ષાએ સર્વ ઈન્દ્રિમાં મન ભળેલું હોવાથી સર્વમાં છે અને સવથી અળગું પણ છે.