________________
મને વિજ્ઞાન (ઉત્તરાર્ધ)
૧૪૩ છે અને ન વાળવાથી એની મેળે શાન્ત પડી જાય છે. જેમ અમદોન્મત્ત હાથીને વારવાથી તે અધિક તોફાને ચડે છે અને તેને
જે પરાણે બળાકારે રોકવામાં ન આવે તો પોતાને ઈષ્ટ લાગતા વિષયને પામીને તે પિતાની મેળે શાંત થઈ જાય છે. મનની પણ એજ સ્થિતિ છે. ઇન્દ્રિય માટે પણ આચાર્યશ્રીએ એ
સ્વરૂપે ઘટના કરી છે. ઇન્દ્રિયને વિષયે પ્રત્યે પ્રેરવી નહિ અને પિતાના વિષયને ગ્રહણ કરતી ઈન્દ્રિયોને એકદમ બળાત્કારે રેકવી નહિ. એમ કરવાથી મન અને ઈન્દ્રિયે એની મેળે શાંત પડી જાય છે. જો કે આ ઘણી ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા મહાપુરુષો માટે ઘટના છે. આપણા જેવા સામાન્ય કક્ષાના સાધકોને આ ઘટના લાગુ પડતી નથી. આપણે તે વિષયને માગે જતા મન અને ઇન્દ્રિઓને તે માર્ગેથી નિવર્તાવવાના છે અને સંયમને માર્ગે પ્રવર્તાવવાના છે. શાસ્ત્રોના આવા -વચનેથી કેટલાકે ઉધે રસ્તે દોરવાઈ જાય છે. પછી યોગ સાધના બાજુ પર રહી જાય અને તેવાઓ ભેગ સાધનામાં પડી જાય છે. માટે પિતાની ભૂમિકા અનુસાર ગમાર્ગમાં આગળ વધવું.
શ્રી આનંદઘનજીએ આ ગાથામાં ગૂઢમાં ગૂઢ રહસ્ય પ્રગટ કર્યું છે. તે કાળમાં પ્રાણજ્યામ વગેરે હઠાગના પ્રાગે બહ ચાલતા. તેની સામે આ ગાથામાં લાલબત્તી ધરી છે. હઠગ એ એક પ્રકારની સજા છે. તેનાથી પવનને નિરોધ થતા થોડી વાર મન પર કાબૂ આવી જાય, પણ અંતે પાછું તે ગાંડા હાથીની જેમ અથવા છે છેડાયેલા સર્પની જેમ તેફાને ચડી જાય છે. - જ્યારે જ્ઞાનાગ સજા નથી. એ એક પ્રકારનું ઊંચામાં ઊંચ શિક્ષણ છે. શિક્ષણ આપવાથી મન કેળવાઈ જાય છે. તમારા છોકરાઓને તમે વારંવાર સજા કરો તે ઉલ્ટા વિફરી જાય અને શિક્ષણ આપે તે સુધરી જાય. બસ એના જે જ આ મનને ઘાટ છે. જ્ઞાનયોગથી જ મનને જીતી શકાય છે. બાકી