________________
૯૩
મને વિજ્ઞાન (પૂર્વાર્ધ)
ચિત્ત પરમાર્થ ઉપર સમ્યક્ત્વના પરિણામને પામેલે જીવ કર્મોદયથી સંસારમાં. રહ્યો હોય, ભેગાવલીના ઉદયે ભેગ પણ જોગવતો હોય છતાં, તે અંતરથી તેમાં લેપાયેલો હતો નથી. શરીરથી જ તે સંસારમાં રહ્યો હોય છે, બાકી અંતરથી તેનું ચિત્ત તે પરમા.. ર્થને જ ઝંખતું હોય છે. ગમે તે પ્રવૃત્તિ કરતાં અંતરેથી ચિત્ત. પરમાર્થને ઝંખ્યા કરે એજ સમકિતની ખરી નિશાની છે. તાજેતરમાં પરણેલી સ્ત્રી ઘરનાં બધા કામ કરતી હોય પણ તેનું ચિત્ત અંતરથી પોતાના પ્રીતમને ઝંખતું હોય છે. ગાયો જંગલમાં ચરવા જાય છે, વનવગડામાં ચારો ચરવા માટે તે ચોમેર ભમતી હોય છે, પણ તેનું ચિત્ત વાછરડામાં હોય છે. તેમ. સમકિતિ વ્યાપાર વાણિજ્ય વગેરેની બધી પ્રવૃત્તિ કરતો હોવા છતાં તેનું ચિત્ત પરમાર્થ ઉપર હોય છે, એટલે જ્ઞાનીઓએ સમકિતિ જીવ સંસારમાં રહ્યો હોવા છતાં તેને મનઃપાતિ નહિં પણ કાયપાતિ કહ્યો છે. એટલે તે મનથી તેમાં ખૂચેલો. હેતો નથી. વંદિતા સૂત્રની ૩૬ મી ગાથામાં પણ આજ વાતને પુષ્ટિ આપનારી હકીકત વર્ણવાએલી છે. તેમાં ફરમાવ્યું છે કે સમ્યફદષ્ટિ જીવ તીવ્ર રાચી માચીને પાપ આચરનારો હેતો નથી, તેથી તેને કર્મોનું બંધ અલ્પ પડે છે. કારણ કે નિર્વસ પરિણામથી તે પાપ આચરતે નથી. જોકે તથા પ્રકારનાં કર્મોદયથી સમકિતિ જીવને પણ પાપ આચરવા. પડતા હોય છે છતાં પાપ પ્રતિ તેનાં અંતરમાં લેશ પણ. બહુમાન કે પ્રેમ હોતું નથી. અમુક કાર્ય કરવાની તમારી ઈચ્છા નહિ હોવા છતાં કોઈ સંબંધીના આગ્રહને વશ થઈને. - તે કાર્ય જેમ તમારે અનિચ્છાએ પણ કરવું પડે છે તેમ પાપ: કર્મ તરફ મનમાં સંપૂર્ણ ધૃણા હેવા છતાં સમકિતિ જીવને