________________
E
મનોવિજ્ઞાન પરિવર્તન આવી જાય. જીવનમાં જેમ દેવ ગુરુ અને ધર્મ અંગેનું સમ્યક્દર્શન જોઈએ વીતરાગ અને સર્વને જ દેવાધિ દેવ માની શકાય. નિર્ગથ અને ત્યાગી હોય તેમને જ ગુરુ માની શકાય. સર્વજ્ઞ ભગવંતોએ ઉપદેશેલા ધર્મને જ ધર્મ માની શકાય, આ દેવ ગુરૂ અને ધર્મ અંગેનું સમ્યક્દર્શન છે તેમ પદાર્થ માત્ર અંગેનું સમ્યક્દર્શન હોવું જોઈએ.
આ શરીર અંગેનું પણ સ્પષ્ટ દર્શન હોવું જોઈએ, કે આ - શરીર અંતે સડણ (સડવાનું), પડણ (પડવાનું) અને વિધ્વંસન (નાશ) સ્વભાવવાળું છે. ગમે તેટલું આ શરીરને પુષ્ટ બનાવવામાં આવેછતાં તેને અંતેનાશ થવાનો છે. માટે શરીર વિનાશી છે.તમે જે મકાનમાં વસવાટ કરીને રહ્યા છો તે અંગેનું પણ સ્પષ્ટ દર્શન હોવું જોઈએ, કે આ મકાન ભલે મારા પિતાના માલિકીનો છે, પણ એક દિવસે મારે આ મકાનમાંથી વિદાય લેવાની છે, માટે ખરી રીતે તો આ મુસાફરખાના રૂપજ છે. માતા પિતા, ભાઈ ભગિની વિગેરે જે કુટુમ્બીજને સાથે તમે રહ્યા છે તે અંગેનું પણ દર્શન હોવું જોઈએ કે હું અને આ બધા સંબંધીજને અંતે પંખીના મેળા રૂપ છીએ. સંપત્તિની પાછળ અંતે વિપત્તિ છે. લક્ષ્મી કઈ એકને વળગીને રહેનારી નથી, માટે જ્ઞાનીઓએ તેને ચપળા કહી છે. હાથીના કાન જેમ સ્થિર રહેતા નથી તેમ તન, ધન કે યૌવન કાંઈ પણ દુનિયામાં સ્થિર નથી, બસ આનેજ સમ્યક્દર્શન કહેવામાં આવે છે. આ રીતનું દર્શન થયા પછી જીવ કર્મોદયથી સંસારમાં રહ્યો હોય પણ તેમાં તેની રમણતા ન રહે? સમ્યફષ્ટિ અને મિથ્યાદષ્ટિ બાહ્યદષ્ટિથી બને સરખા લાગે છે, પણ બન્નેની અત્યંતર પરિણતીમાં મહદ્ અંતર હોય છે.