________________
૧૨ નિકાચિત કર્મોની શક્તિ એવી તે પ્રબળ હોય છે, કે તેના ફળો ભલભલા મહા પુરૂષોને પણ અવશ્ય જોગવવા જ પડે છે. વ્યાખ્યાનના અંત ભાગમાં મહારાજશ્રીએ કહ્યું કે “આમાંથી એટલું આપણે જરૂરી શીખવાનું છે કે, નિકાચિત કર્મો પણ કેટલા બળવાન હોય છે. આવા મહાન ગજરાજ જેવા પુરૂષ પણ ગોથું ખાઈ જાય, તે આપણુ જેવા ઘેટાં ગાડરડાનું શું ગજું? માટે આપણે તે પળે પળે સાવધાન રહેવાની જરૂર છે.”
ત્રીજું વ્યાખ્યાન અસિધારાવત વિષેનું છે. અસિધારાવ્રતને અર્થ તલવારની ધાર પર ચાલવા જેવું કઠણ ત્રત થાય છે. વ્રતો તે અનેક છે, પણ તમામ વ્રતમાં બ્રહ્મચર્યનું વ્રત ઉત્તમોત્તમ છે. આકાશ મંડળના તારાઓમાં જે સ્થાન ચંદ્રનું છે, તેવું જ સ્થાન તમામ વતેમાં બ્રહ્મચર્યનું છે. મહારાજ સાહેબે અહિં સાચું જ કહ્યું છે કે ઉખર ભૂમિમાં જેમ બીજ ઉગે નહિ, તેમ જ્યાં સુધી વિષય વાસનાથી વાસિત મન છે ત્યાં સુધી, તેમાં વૈરાગ્ય ભાવનાના અંકુર ફૂટે નહિ.
કંદપ (કામદેવ) ના દર્પ (ગર્વ) નું દલન (ચૂરેચૂરા કરવા તે) કરનાર જે વીર પુરૂષે આ પૃથ્વી પર થઈ ગયા છે, તે બધામાં કામવિજેતા સ્યુલિભદ્રજીનું નામ સૌથી મોખરે છે, અને મહારાજશ્રીએ અતિરેચક અને રોમાંચ ખડા થાય એવી તલસ્પશી ભાષામાં આ કથાનું વર્ણન કરેલું છે. ભગવાન નેમનાથે રાજુલને ત્યાગ કર્યો હતો, પણ એ - ત્યાગ તેની સાથે સંસાર માંડયા વગર જ કરેલ હતો, કેશા તે સ્થલિભદ્રની. એક વખતની અત્યંત પ્રેમપાત્ર - હતી અને ગૃહસ્થાશ્રમમાં તેની સાથે બાર વર્ષો સુધી સંસાર