________________
અસિધાવ્રત
મેક્ષમાં જ વાસ્તવિક સુખ આટલું મનમાં થયા પછી પણ કેશાને થાય છે કે હજી એકાદ અખતરો કરી જોઉં. મુનિને કહે છેઃ આ છતાં સુખને ત્યાગ કરીને અને તેવા સુખ ભેગવવા મારા જેવી અપ્સરા તમને સ્વાધીન હોવા છતાં શા માટે મેશનાં અચ્છતાં સુખ મેળવવા આવા દુષ્કર વ્રતને આચરી રહ્યા છે? શા માટે દેહને દમી રહ્યા છે ? સ્વેચ્છા મુજબ મારી સાથે આનંદ લુંટ. મુનિ કહે છે હે સુંદરી? સંસારના બધા પૌગલિક સુખે ક્ષણપુરતા છે અને તેની પાછળ ભાવિમાં અનંતકાળનાં દુઃખે, છે. જન્મ મરણનો અભાવ હોવાથી મોક્ષમાં જ વાસ્તવિક સુખ છે, માટે હું તે સુખ માટે મથી રહ્યો છું. આવા વિષયજન્ય સુખ તો આ જીવે અનંતીવાર અનુભવેલા છે. દેવલોકનાં દિવ્યસુખ પણ આ જીવે અનંતીવાર અનુભવેલાં છે. છતાં આ જીવ તૃપ્તિને પામ્યું નથી અને પામવાને પણ નથી અને તે સુખને જ્ઞાનીએ કિંપાકના ફળની જેમ વિપાકમાં અતિ દારુણ કહ્યા છે, માટે છતાં સુખને ત્યાગ કરીને હું મેક્ષનાં સુખ માટે મથી રહ્યો છું. અને તારે પણ તે સુખ મેળવવા પ્રયત્ન આદરવાની જરૂર છે. અત્યાર સુધીમાં સેંકડેવાર તેં તારી કાયાને પાપકર્મથી અભડાવી છે. પાપકર્મના ભારથી હવે તારે પણ તારા આત્માને શા માટે લાદવો જોઈએ? માટે સુંદરી તું, પણ હવે પ્રતિબંધને પામ અને કલ્યાણના ધોરી માર્ગે મંગલ પ્રસ્થાન, કરીને નરજન્મને સફલ કરી લે !
કેશાને કીધી સમકિત ધારી,
વિષય રસ સુખને નિવારી. * ' એવા મુનિવરને જાઉં બલિહારી, -
સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે.”