________________
મને વિજ્ઞાન :
રક્ત છે, તેમાં બીજા અત્યંત વિરક્ત છે. કોશાને વિષયની ધૂન લાગી છે. જ્યારે મહામુનિને સંયમની રઢ લાગી છે. કેશાએ વાત વિષયની વખાણી પણ મહામુનિએ તે વાત જરાયે હૃદયમાં નહિ આણી અને સામેથી કેશાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, હું તો હવે સંયમરૂપી પટરાણી વર્યો છું. પટરાણું જેના ઘરમાં આવી તેનું મન મેતરાણીમાં જાય? કઈ કાળે ન જાય માટે હે સુંદરી! તારે હવે મારી આશા રાખવાની નથી. મેં માર્ગ હવે જેને લીધો છે. જોગને રસ્તે ચડેલાં નિર્મોહી અને નિર્લોભી હોય છે. તેમને કઈ પણ વસ્તુ પરત્વેની મનમાં તૃષ્ણા હોતી નથી. મારી દષ્ટિમાં હવે ભોગ એ રેગ . છે, અને વેગ એ અમૃત છે,
અંતરના ઉદૂગાર
સ્થૂલિભદ્રજીની વૈરાગ્ય ભાવના જોઈને કશા અંતરમાં આશ્ચર્યને અનુભવે છે. કેશાને પોતાના રૂપ અને સૌંદર્યને. ગર્વ ઉતરી જાય છે. એને મનમાં થઈ જાય છે કે હું કેવી અદ્દભુત ! આ ચિત્રશાળાનું વાતાવરણ પણ કેટલું બધું મોહક! મુનિને હું જે આહાર વહેરાવું છું તે પણ માદક!: છતાં આ મુનિ કેઈ રૂવાંડેવિકારને પામતાં નથી. લેશમનથી પણ. ચલિત બનતા નથી. અહિ ? આ મુનિની સંયમયાત્રા. અજોડ છે. ખરેખર આમુનિની આગળ મારી હાર છે. અને આ ખરા અણગાર છે. આમની આગળ મારા શરીર પરનાં સળ શણગાર પણ ભંગાર છે. આ ઉદ્ગારે પરથી આપને લાગે છે ને કે હવે કેશાના અંતરમાં બધી રૂપી બીજાઘાનની તૈયારી છે.