________________
રસાધિરાજ
[ ૬૪
ભાંગા આદરવા ગ્ય છે, બાકીનાં બે પરિહરવા એગ્ય છે. ચૌભંગીની આવી રીતે વિશદ્ છણાવટ કર્યા વિના એકાંતે પુન્યને પરિહરવા યોગ્ય કહેનારા જેન માર્ગથી લાખ લાખ જોજન દૂર ઉભેલા છે. પુન્યાનુબંધી પુન્ય અને પાપને સમકક્ષામાં મૂકનારાનવતત્વના સ્વરૂપને તો સમજ્યા નથી, પણ જૈન માર્ગને એકડાનું એ તેમને જ્ઞાન નથી, છતાં તેમનાં અંધ શ્રદ્ધાળુ ભક્તો કહેતા હોય છે કે, પુન્યને આશ્રવ કહેનાર નીકળ્યા હોય તે તે આ એકજ મહાપુરૂષ છે, સૌ પુન્યમાં ધર્મ મનાવી બેઠાં હતાં.
જ્યારે આ મહાપુરૂષે ખરૂં ભેદ-વિજ્ઞાન કરાવ્યું છે. પણ તેમને એટલું એ ભાન નથી કે દરેક મહાપુરૂષો પુન્યને શુભાશ્રવ કહેતા આવ્યા છે. પણ પુન્ય ને પાપ બનેને સમકક્ષામાં મૂકવા જેટલી ધૃષ્ટતા બીજા કેઈ મહાપુરૂષોએ કરી નથી. તે પણ પુન્યાનુંબંધી પુન્યની અપેક્ષાએ, અને તે પુન્યને દરેક મહાપુરૂષે પરંપરાએ મોક્ષનું કારણ કહ્યું છે તેવા પુન્ય-પાપને સમકક્ષામાં મૂકનારા અધ્યાત્મિ નહીં પણ રાત્રે તેવાને અધ્યામિ કહ્યા છે. મહાપુરૂષો મનમાં પુન્યની મીઠાશ રાખી ધર્મ આચરવાનું કહેતા જ નથી. સંવર નિર્જર અને મોક્ષના ધ્યેયથી. વ્રત-પચ્ચકખાણદિ કરવાનું કહે છે, તેમાં સરાગ દશાને લીધે વચગાળામાં પુન્ય બંધાઈ જાય તે તે પુન્યમક્ષ માર્ગમાં લેશ પણ બાધા ઉપજાવનારૂં નથી. અને આ કાળમાં તે. સરાગ ચારિત્રની જ ભૂમિકા છે. તે ભૂમિકામાં પુન્ય બંધાય તે પણ ઘણું ઊંચું પુન્ય બંધાય છે માટે આ દ્રષ્ટિએ પુન્ય-પાપને સમકક્ષામાં મૂકી શકાય નહી.