________________
૬૫ ]
સાધિરાજ
જ્ઞાની માટે વિષયાંતર સંચારએ હલાહલ રતૂલ્ય
પુન્યાનુબંધી પુન્યના ઉદય કાળમાં જીવમાં તેવી નબળી ઈચ્છાઓ જાગે જ નહીં, અને કદાચ જાગે તે જીવ તરત તેને નિરોધ કરી લે છે. એ પુદયને પ્રભાવ એ છે કે જીવ ભેગાવલીનાં ઉદયે ભેગ ભેગવતે હોવા છતાં અંદરથી ભોગને રોગ સમાન સમજતે હોય છે. તેની અંતરંગ દશા ઘણું ઉંચી હોય છે. પાપાનુબંધી પુન્યનાં ઉદયે જીવમાં નબળી મનેકામનાઓ જાગે છે અને તે પૂરી ન થાય એટલે જીવ સંકલ્પ-વિકલ્પમાં પડી જાય છે. જીવનું શુદ્ધ સ્વરૂપ નિવિકલ્પ છે. સંકલ્પ-વિકલ્પ એ મનનું સ્વરૂપ છે અથવા તે માનસિક ધર્મો છે. આ રીતનું ભેદ વિજ્ઞાન કરીને જીવ પિતાના સ્વરૂપ તરફ વળે એટલે અંદરનાં સંકલ્પ-વિકલ્પ ધીમે ધીમે શમતા જાય છે અને પરિણામે જીવ શાન્તરસના. સુધા કુંડમાં નિમગ્ન બની જાય છે. પૂ. ઉપાધ્યાયજી : શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર શાસ્ત્રમાં ફરમાવે છે કે,
यस्यज्ञानसुधा सिन्धौ परब्रह्मणि मग्नता ।
विषयान्तर संचार स्तस्य हालाहलोपमः ॥ જ્ઞાનસુધા સિધુ સ્વરૂપ પરબ્રહ્મમાં જેની મગ્નતા છે અથવા “રાધિરાજ'માં જેની મતા છે, તેના માટે ઈન્દ્રિયેાનાં વિષયેની જે પ્રવૃત્તિ તે હલાહલ ઝેર તૂલ્ય છે. જેમ માલતીનાં પુષ્પમાં રક્ત થયેલે ભ્રમર આંકડાનાં ઝાડપર ન બેસે. તેમ સમતારસમાં નિમગ્ન બનેલે યેગી બહારના કેઈ પણ બહિર્ભાવમાં મગ્ન બને નહીં! નિજ ગુણની માણતા સિવાય વિષયાંતર સંચાર એ તેના માટે હલાહલ' રૂપ છે."