________________
રસાધિરાજ
[ ૫૮ ઝીલીને કર્મોને કેવા પીલી નાખ્યાં છે તે આબેએ અધિકાર કહેવામાં આવ્યો છે.
લખપતિ પણ અંતે લાકડામાં! મન અંદરનાં સંકલ્પ-વિકલ્પ કરીને બેટી જંજાળ ઉભી કરે છે. અંદરના સંકલ્પ-વિકલ્પ શાન્ત પડ્યા પછીજ આત્મા શાન્તરસમાં નિમગ્ન બને છે. સંકલ્પ-વિકલ્પ કરવા માત્રથી સિદ્ધિની પ્રાપ્તિ થઈ જતી નથી. પુણ્યદય અને પુરૂષાર્થ વિના ઈચ્છા કરવા માત્રથી કઈ મનેકામનાઓ પરિપૂર્ણ થઈ જતી નથી. મોટે ભાગે મનુષ્યના પુણ્ય પાતળાં છે, અને અંદરની ઈચ્છાઓ ડુંગર જેવડી છે. મનુષ્ય હાલતા ગાદિનાં કારણે કે એકસીડેન્ટના બનેમાં મૃત્યુને પામી જાય છે. આમાં માનવીની બધી ઈચ્છાઓ ક્યાંથી પૂર્ણ થવાની છે.? માનવી ગમે તેટલું ધન ભેગું કરે એ તો એક પ્રકારની વેઠ કરવા જેવું છે. મૃત્યુના સમયે તે કંદરે પણ છેડી. લેવાના છે. ભલે પછી કાળી મહેનત કરીને હજાર કે લાખો મેળવ્યા હાય! મૃત્યુના સમયે શું કામ લાગવાના છે? મૂરખ મનુષ્યો ભલે કહે કે ધન મારૂં છે, વળી કેટલાક તો ધનની ચિંતામાં સુખે ધાન પણ ખાતા નથી, પણ અંતે તે કહેવાતા લખપતિ કે છત્રપતિને પણ નિર્વસ્ત્ર થઈને લાકડામાં પિઢવાનું છે. તેવા કેટલાય લખપતિ ને છત્રપતિ લાખને કરોડોની સંખ્યામાં ચાલ્યા ગયા. દુનિયામાં ભલભલા મનની અંદર ગુમાન રાખનારા પણ કંઈક બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. જે ભવ્ય પ્રાસાદમાં નેબત વાગતી ને સંગીતના