________________
રસાધિરાજ
[ ૨૦
નિમિત્તો કેવલજ્ઞાનને અટકાવી શકતા નથી. હા ! અંદરના દે જરૂર કેવલજ્ઞાનને અટકાવી રાખે છે. કુરગડુ મહર્ષિ એવા પરિણામની ધારાએ ચઢી ગયા કે આહાર વાપરતાં. કેવલજ્ઞાનને પામી ગયા.
તેમનાં કેવલજ્ઞાનને મહિમા કરવા દેવલેકમાંથી દે. નીચે આવી રહ્યા છે. તે પહેલાં તે મહર્ષિના ગુણેથી આકર્ષાઈ શાસનદેવી પણ મુનિનાં દર્શનાર્થે આવેલી અને મુનિને વંદના કરી ત્યારે તપસ્વી સાધુઓએ કહ્યું. આ ખાઉધરાને શું નમે છે. અમને તપસ્વીઓને નમે? ત્યારે જ સાશન દેવીએ કહેલું કે, તેના કારણની તમને આગળ ઉપર ખબર પડશે. દેવેને આવતાં જોઈને પેલા તપસ્વી સાધુઓ. વિચારે છે કે, અહા! કે આપણા તપને મહિમા છે કે, સાક્ષાત્ દે આપણે તપથી આકર્ષાઈને શાતા પુછવા નીચે. આવી રહ્યા છે. બધા તપસ્વીઓ પોતપોતાના આસન પર રીતસર ગોઠવાઈ ગયા, જાણે દેવે આવીને હમણાં ખમાસમણ દેવા માંડશે. દે નીચે આવ્યા ખરાં પણ, સીધા કુરગડુમુનિ જ્યાં આહાર વાપરતાં કેવલજ્ઞાનને પામેલાં છે ત્યાં પહોંચી ગયા. તપસ્વી સાધુઓ વિચારી રહ્યા. છે કે, આ દેવે ભૂલાતે નહીં પડ્યા હોય ! આપણી તરફ, ન આવતાં તે તરફ કેમ જઈ રહ્યા છે ? તપસ્વીઓ તે આપણે અહિં બેઠેલાં છીએ. દેવે વિવેકમાં ભૂલે નહીં છતાં આમ કેમ બન્યું છે ? એટલામાં તે દેવે કેવલજ્ઞાની. એવા મહર્ષિને ત્રણ પ્રદક્ષણિ દેતાં વિધિપૂર્વક વંદના કરે છે. દેવે સૂવર્ણ કમલની રચના કરે છે. કેવલી ભગવાન તેની પર બેસીને દેશના આપે છે. બીજા પણ ઘણું મુમુક્ષુ આત્માઓ. ત્યાં દેશના સાંભળવા આવી પહોંચે છે. તપસ્વી સાધુઓ તે.