________________
૧૯ ]
રસાધિરાજ કરી રહ્યા છે અને આત્માના અણહારી સ્વરૂપને વિચાર કરતાં કરતાં ઉચ્ચ ગુણસ્થાનની ભૂમિકાએ તેમને આત્મા પહોંચી જાય છે. ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને એક અંતર્મુહુર્તનાં કાળમાં ઘનઘાતીને છેદ કરીને તે મહર્ષિ ભાણે બેઠાં બેઠાં કેવલજ્ઞાન અને કેવલદર્શનને પામી જાય છે. મેં માં કવલ લઈ રહ્યા હતા તે જાણે કેવલજ્ઞાનમાં પલટાઈ જાય છે. જો કે આ ઔપચારિક વચને છે, બાકી કવલ અને કેવલજ્ઞાનને કોઈ સંબંધ નથી. કવલ જડ વસ્તુ છે, જ્યારે કેવલજ્ઞાન તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. જે આત્માને પ્રકૃ8 ગુણ છે.
આહાર કે વસ્ત્રો, કોઈ જ વસ્તુઓ કેવલજ્ઞાનને અટકાવી શકતી નથી. અરે ! સ્ત્રીલિંગ પણ કેવલજ્ઞાનને અટકાવી શકતું નથી. કેવલજ્ઞાનને કષાય જરૂર અટકાવી શકે છે. કષાયનો એક કણ પણ કેવલજ્ઞાનને અટકાવી દે છે. બાકી સાધુઓએ વસ્ત્ર–પાત્ર રાખ્યા હોય ને તેમાં જે મચ્છ ન હોય તે તે પરિગ્રહ નથી, પણ ધર્મનાં ઉપકરણ છે. શરીર જેમ ધર્મનું સાધન છે તેમ ઉપકરણ પણ સંયમયાત્રા માટે સાધનરૂપ છે. વસ્ત્ર–પાત્રમાં મૂચ્છ બંધાઈ જાય માટે પરિગ્રહરૂપ છે. મૂચ્છ તે કયારેક શરીરમાં પણ બંધાઈ જાય છે છતાં શરીરને ધર્મનું સાધન કહે છે, તે વસ્ત્ર–પાત્રને
ક્યા મેઢે પરિગ્રહ કહી શકે છે ? શરીર એ તે મૂછનું પ્રબળ નિમિત્ત છે !" કહે છે કે, શરીરની મૂચ્છે તે છુટી જાય છે તે શું વસ્ત્ર પાત્ર પરની મૂછ નહીં છુટી જાય? સૂવપરની મૂચ્છ ઉતારનાર શું લેઢાપરની નહી ઉતારી શકે ? આત્મા અંદરથી કન્યા જાગે ત્યાં બહારનાં કોઈ